ક્લાઉડ મેપ પર આખું ભારત દેખાઈ રહ્યું છે વ્હાઈટ, શું આ ચોમાસાના નવા તબક્કાનો સંકેત?
ક્લાઉડ મેપ પર આખું ભારત સફેદ દેખાઈ રહ્યું છે. એટલે કે ભારતના નક્શા પર મોનસૂનના વાદળો પ્રસરેલા દેખાઈ રહ્યા છે. જૂનમાં નબળા ચોમાસા બાદ જુલાઈમાં નવો સક્રિય તબક્કો શરૂ થયો છે. જેના કારણે ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
ભારતમાં ક્લાઉડ મેપ પર હાલ આખા દેશ પર સફેદ રંગની ચાદર જોવા મળી રહી છે. લાગી રહ્યું છે કે આખા ભારત પર વાદળો છવાયેલા છે. ઈસરોના ISAT-3DR સેટેલાઈટ અને હવામાન વિભાગની ઈમેજિઝમાં વ્હાઈટ અથવા બ્રાઈટ એરિયા જાડા અને ગાઢ વાદળોને દર્શાવે છે. આ ક્લાઉડ્સ સૂર્યના પ્રકાશને વધારે બ્લોક કરે છે અથવા તો પછી તેમના ટૉપ ઘણાં ઠંડા હોય છે, જે ઉંચા-ભેજવાળા વાદળોનો સંકેત કરે છે.
જૂનમાં મોનસૂન ઘણું નબળું રહ્યું અને વરસાદ ખેંચાઈ રહ્યો હતો. ઘણાં રાજ્યોમાં ક્લાઉડ કવર ઘણું નબળું થયું હતું અને વરસાદની ગતિવિધિ ઘટી ગઈ હતી. ખેડૂતો ચિંતિત હતા, દુકાળ જેવી સ્થિતિ બની રહી હતી. પરંતુ હવે જુલાઈના મધ્યમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મોનસૂન ટ્રફ સક્રિય થઈ ગયું છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજનો મજબૂત પ્રવાહ શરૂ થયો છે. આના કારણે ક્લાઉડ મેપ પર વ્યાપક સફેદી જોવા મળી રહી છે. જેનાથી હવામાન વિભાગના એક્સપર્ટ્સ મોનસૂનના નવા સક્રિય તબક્કા વિશે જણાવી રહ્યા છે. આ તબક્કામાં ભારે વરસાદ, ગાજવીજ સાથે વાવાઝોડું અને મોનસૂનની શક્તિ વધારનારો છે.
ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4-5 દિવસોમાં નોર્થવેસ્ટ અને નોર્થઈસ્ટ ભારતમાં એક્ટિવ મોનસૂન કન્ડીશન્સ રેહવાની છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ અને મેઘાલયમાં 21 જુલાઈએ હેવી ટૂ વેરી હેવી રેનફૉલની સાથે એક્સટ્રિમલી હેવી રેનફૉલની આશંકા છે.
ઉત્તર-પૂર્વ ભારતમાં 24 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીર-લડાખમાં ફેયરલી વાઈડસ્પ્રેડ ટૂ વાઈડસ્પ્રેડ વરસાદ થશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંખડમાં 26 જુલાઈ સુધી આ સ્થિતિ રહેશે. પૂર્વ ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબમાં 23 જુલાઈ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાનમાં 23થી 26 જુલાઈ વચ્ચે વરસાદ વધશે.
તેની સાથે આઈસોલેટેડ થંડરસ્ટૉર્મ, લાઈટનનિંગ અને ભારે પવન (40થી 50 કિલોમીટર પ્રતિ કલાક) ફૂંકાવાની પણ સંભાવના છે. મધ્ય ભારતમાં છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં 26 જુલાઈ સુધી વરસાદની સંભાવના છે. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સબ-હિમલયન વેસ્ટ બંગાલમાં ભારે વરસાદનું એલર્ટ છે.
નોર્થ-ઈસ્ટમાં અરુણાચલપ્રદેશ, આસામ, મેધાલય અને અન્ય રાજ્યોમાં સતત વરસાદ પડશે. પશ્ચિમ ભારતમાં કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ વધશે. જો કે દક્ષિણ ભારતમાં વેસ્ટ સેન્ટ્રલ અને સાઉથ પેનિનસુલામાં વરસાદ હજીપણ ખેંચાશે. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે.
મોનસૂન રિવાઈવલ પાછળનું કારણ
જૂનમાં વેસ્ટલી જેટ સ્ટ્રીમના સાઉથમાં શિફ્ટ થવાને કારણે મોનસૂન સર્કુલેશન નબળું પડયું હતું. ઉપરી વાયુમંડળમાં ઈસ્ટરલી જેટ દબાઈ ગયું હતું, જેનાથી વાદળોની રચના થંભી ગઈ હતી. હવે સ્થિતિ વિપરીત થઈ છે. મોનસૂન ટ્રફની પોઝિશન નોર્ધન ઈન્ડિયાની ઉપર મજબૂત થઈ છે, જેનાથી ભેજનો ઈનફ્લો વધ્યો. અરબી સમુદ્ર બ્રાંચ અને બંગાળની ખાડી બ્રાંચ બંને સક્રિય છે. તેનાથી ક્લાઉડ કવર વધુ છે અને નવો તબક્કો શરૂ થયો છે.
આ પરિવર્તન ખેડૂતો માટે રાહત ભરેલું છે. જ્યાં જૂનમાં દુકાળની આશંકા હતી, ત્યાં હવે જળાશયો ભરાવવા, ખેતી માટે પાણી મળવું અને કૃષિ ગતિવિધિઓને બૂસ્ટ મળશે. પરંતુ ભારે વરસાદથી નુકશાન પણ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, નદીઓમાં પૂર અને શહેરી વિસ્તારોમાં જળભરાવની આશંકા વધી છે. માટે હવામાન વિભાગે જુદાંજુદાં રાજ્યો માટે સ્પેસિફિક એલર્ટ જાહેર કર્યું છે.
આગામી કેટલાક દિવસોમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં મોનસૂનની શક્તિ યથાવત રહેશે. 22-24 જુલાઈની આસપાસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેના પછી 25-26 જુલાઈએ કેટલાક વિસ્તારોમાં વરસાદ થોડો ઘટી શકે છે. પરંતુ કુલ મળીને જુલાઈના આ તબક્કામાં સામાન્યથી વધારે મોનસૂનના સક્રિય રહેવાની શક્યતા છે. સાઉથ અને વેસ્ટ સેન્ટ્રલ ભારતમાં વરસાદ ઓછો રહેવાથી દુકાળ જેવી સ્થિતિ બની શકે છે.
હવામાન વૈજ્ઞાનિકો મુજબ, ક્લાઉડ મેપની આ સફેદી માત્ર એક તસવીર નથી, પરંતુ મોનસૂન સિસ્ટમની હેલ્થની ઈન્ડિકેટર છે. જ્યારે ક્લાઉડ 60 ટકા ઉપર જાય છે અને ડીપ કન્વેક્ટિવ ક્લાઉડ્સ વધે છે, તો મોનસૂનને મજબૂત માનવામાં આવે છે. આ 2026ના ચોસામા માટે સકારાત્મક સંકેત છે. જો કે ડિસ્ટ્રિબ્યૂશન હજીપણ વિખરાયેલું છે.
આ નવો તબક્કો મોનસૂનની પરંપરાગત શક્તિ દર્શાવે છે. ક્લાઉડ મેપની સફેદી ડરામણી નથી, પરંતુ વરસાદ અને રાહતની ખબર લઈને આવી છે. પરંતુ સંતુલન જરૂરી છે, વધારે વરસાદ જ્યાં ફાયદાકારક છે, તો કેટલાક વિસ્તારોમાં હજીપણ વરસાદ ઓછો થયો છે. હવામાન વિભાગ સતત નિરીક્ષણ રાખી રહ્યું છે. આગળની આગાહીમાં બદલાવ અનુસાર હવામાન વિભાગ અપડેટ જાહેર કરશે.