રશિયામાં 1000 KM અંદર ઘૂસી યુક્રેને કર્યો સૌથી ભયાનક હુમલો, 13ના મોત
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે રાત્રિભર દરમિયાન છોડવામાં આવેલા 456 યુક્રેની ડ્રોન્સને તોડી પાડયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સાડા ચાર વર્ષના યુદ્ધમાં યુક્રેને રશિયાની અંદર 1000 કિલોમીટર ઘૂસીને અત્યાર સુધીનો સૌથી વધુ ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં 13 લોકોના મોત અને 46થી વધુ લોકો ઘાયલ થયા છે.
યુક્રેન દ્વારા સોમવારે રશિયાના નિજનેકામ્સ્ક શહેરમાં કરવામાં આવેલા ડ્રોન્સ એટેકમાં આ તબાહી થઈ છે. તાતારસ્તાન ક્ષેત્રના અધિકારીઓએ આની જાણકારી આપી છે.
યુક્રેને નિજનેકાસ્મસ્ક શહેરમાં કરેવલા હુમલાથી રશિયાને બેવડા ઘા લાગ્ય છે. એક તો 13 જેટલા લોકોના મોત નીપજ્યા છે, બીજી તરફ તેના મોટા ઊર્જા ઠેકાણાઓને યુક્રેને તબાહ કર્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે યુક્રેને તાજેતરના મહિનાઓમાં લગભગ દરરોજ લાંબા અંતરના ડ્રોન દ્વારા રશિયાના ઓઈલ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં રશિયામાં ઈંધણની અછતની સ્થિતિ પેદા થઈ છે. ઓઈલ રિફાઈન કરવાની ક્ષમતા પ્રભાવિત થતા જનતામાં ચિંતા વધી છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યુ છે કે આ અભિયાન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને વાતચીતના મેજ પર લાવવા અને ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના ઉદેશ્યથી ચલાવાય રહ્યું છે. તાતારસ્તાનના પ્રમુખ રુસ્તમ મિન્નિખાનોવના પ્રેસ સેવા કાર્યાલય મુજબ, નિજનેકાસ્મ્સ્ક શહેરમાં સોમવારે સવાલે ઔદ્યોગિક અને નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
નિજનેકાસ્મ્સ્ક યુક્રેનની સીમાથી લગભગ 1200 કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને તેની વસ્તી લગભગ 2.40 લાખની છે. આ શહેર રશિયાનું એક મહત્ત્વપૂર્ણ ઓઈલ રિફાઈનરી ધરાવતું શહેર છે. જ્યાં બે ઓઈલ રિફાઈનરી અને એક પેટ્રોલકેમિકલ પ્લાન્ટ આવેલો છે. ઝેલેન્સ્કીએ રવિવારે મોડી રાત્રે સોશયલ મીડિયા પર કહ્યુ કે અમે સંપૂર્ણપણે યોગ્ય જવાબ આપી રહ્યા છીએ અને રશિયાના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. રશિયાનું યુદ્ધ હવે પોતાના જ ઘર એટલે કે રશિયામાં વધુને વધુ મહેસૂસ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આ યુદ્ધનું અત્યાર સુધી ચાલુ રહેવાનું એકમાત્ર કારણ રશિયાની તેને સમાપ્ત નહીં કરવાની ઈચ્છા છે.
આ ઘટનાક્રમ વચ્ચે રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે રાત્રિભર દરમિયાન છોડવામાં આવેલા 456 યુક્રેની ડ્રોન્સને તોડી પાડયા છે. તાતારસ્તાન વિસ્તારને પહેલેથી જ યુક્રેનના એક મોટા ડ્રોન હુમલાની જાણકારી આપવામાં આવી હતી. યુક્રેનની વાયુસેનાએ કહ્યું છે કે રશિયાએ રાત્રિભર ચાલેલા હુમલામાં 126 ડ્રોન્સ છોડયા. અધિકારીઓ મુજબ, રશિયાના સીમાવર્તી વિસ્તાર બેલગોરોદ પર યુક્રેનના હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને ફ્રન્ટલાઈનવાળા ખેરસોન વિસ્તારમાં એક ટેક્સી પર રશિયન ડ્રોનના હુમલામાં એક વ્યક્તિનો જીવ ગયો છે.