ભારતની Agni-6 મિસાઈલ વિશ્વના કોઈપણ ખૂણે ત્રાટકી શકે છે? ICBM નું સમજો આખું વિજ્ઞાન
અગ્નિ-6 ભારતની આગામી પેઢીનો લાંબા અંતરની મિસઈલનો પ્રોજેક્ટ છે. તેને ભવિષ્યની આઈસીબીએમ ક્ષમતા સાથે સાંકળવામાં આવે છે.
ભારતના અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટમાં Agni-6ને લઈને ચર્ચા છે કે તેની સંભવિત મારક ક્ષમતા ઘણી વધારે હોઈ શકે છે. આ મિસાઈલને ભારતની ભવિષ્યની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) તરીકે જોવાઈ રહી છે. કહેવામાં આવે છે કે તે હજારો કિલોમીટર દૂર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે તેવી શક્યતા છે. આ નવી મિસાઈલ અગ્નિ-6ની રેન્જ 8,000 કિલોમીટરથી 12,000 કિલોમીટર સુધીની હોવાનું જણાવાય ર્હયું છે. જો કે તેની પાઈનલ ઓપરેશનલ રેન્જને લઈને હજી સુધી સત્તાવાર અને વિગતવાર કોઈ જાણકારી સામે આવી નથી.
સવાલ એ છે કે કોઈ મિસાઈલ આખરે હજારો કિલોમીટરનું અંતર કેવી રીતે કાપી શકે છે? તેની પાછળ રોકેટ પ્રોપલ્શન, મલ્ટી સ્ટેજ રોકેટ તકનીક, બેલેસ્ટિક ટ્રેઝેક્ટરી, ગાઈડન્સ સિસ્ટમ અને સૌથી મુશ્કેલ તબક્કામાંથી એક વાયુમંડળમાં રી-એન્ટ્રીનું મહત્ત્વનું યોગદાન હોય છે.
અગ્નિ-6 ભારતની આગામી પેઢીનો લાંબા અંતરની મિસઈલનો પ્રોજેક્ટ છે. તેને ભવિષ્યની આઈસીબીએમ ક્ષમતા સાથે સાંકળવામાં આવે છે. જો કે આ પ્રોજેક્ટની ઘણી તકનીકી જાણકારીઓ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. કહેવામાં આવે છે કે અગ્નિ-6 એક આઈસીબીએમ છે, જેને ભારત ભવિષ્યમાં વિકસિત કરશે. તેમાં ભારતની અગ્નિ મિસાઈલોના રિસર્ચ દરમિયાન વિકસિત કરવામાં આવેલી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.
ભારતે અગ્નિ મિસઈલ પરિવારના જુદાંજુદાં વર્ઝનના વિકાસ દરમિયાન રોકેટ , ગાઈડન્સ, નેવિગેસન, એરોડાયમેમિક્સ, કંટ્રોલ સિસ્ટમ અને હાઈ-ટેમ્પરેચર મટિરિયલ જેવી ટેક્નોલોજીમાં સતત પ્રગતિ કરી છે. આ ક્ષેત્રોમાં પ્રાપ્ત વિશેષજ્ઞતા કોઈ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલના વિકાસ માટે બેહદ મહત્ત્વપૂર્ણ હોય છે.
અગ્નિ-6 કેવી રીતે થઈ રહી છે વિકસિત
અગ્નિ શ્રેણીમાં વપરાતી ટેક્નોલોજીમાં ડીઆરડીઓ અને ભારતીય એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીની કોશિશોથી ઘણાં દાયકાઓથી સતત સુધારા થઈ રહ્યા છે. તેના માટે સોલિડ રોકેટ પ્રોપલ્શન, ગાઈડેન્સ મટિરીયલ સાયન્સ, એરોડાયનેમિક્સ અને કંટ્રોલ સિસ્ટમમાં ઘણી વધારે મહારથ પ્રાપ્ત કરવાની જરૂરત હોય છે. આ ટેક્નોલોજીમાં સ્પેસ એન્જિનિયરિંગ સાથે ઘણી સમાનતાઓ હોય છે. જો કે આ ઉપયોગ જુદાંજુદાં પ્રાકેર કરવામાં આવે છે.
હજારો કિલોમીટર દૂર સુધી પોહંચે છે બેલેસ્ટિક મિસાઈલ
બેલેસ્ટિક મિસાઈલનું કામ સામાન્ય વિમાનની જેમ સતત એન્જિન ચલાવીને સંપૂર્ણ અંતર કાપવાની હોતી નથી. તેનો એક મોટો હિસ્સો બેલેસ્ટિક ટ્રેઝેક્ટરીના આધારે નક્કી થાય છે. મિસાઈલના પ્રારંભિક તબક્કામાં રોકેટ એન્જિન તેને ગતિ પ્રદાન કરે છે. આ ઘણી ઊંચાઈ સુધી પહોંચે છે. જ્યારે તેની પાવર્ડ ફ્લાઈટ તબક્કો પૂર્ણ તાય છે, તો વાહન ગુરુત્વાકર્ષણના પ્રભાવમાં એક નિર્ધારીત ઘુમાવદાર પથ પર આગળ વધે છે. એટલે કે પ્રારંભિક તબક્કામાં રોકેટ એન્જિન મુખ્ય ભૂમિકા નિભાવે છે. જ્યારે તેના પછી ગતિ, ગુરુત્વાકર્ષણ અને નિર્ધારીત રુટ્સના આધારે મિસાઈલ ઘણા લાંબા અંતરને પાર કરી શકે છે.
અગ્નિ-6ની રેન્જ ઘણી મોટી હશે
અગ્નિ-6ને લઈને દાવો થાય છે કે તે ધરતીના કોઈપણ હિસ્સા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવી શકે છે. તેનો અર્થ તકનીકી રીતે એ નથી કે મિસાઈલ ખરેખર પૃથ્વીના દરેક સ્થાન પર પહોંચી શકે છે. જ્યારે કહેવામાં આવે છે કે અગ્નિ-6 ધરતી પર ક્યાંય પણ ઉડાણ કરી શકે છે, તેનો અર્થ છે કે તેમાં ઘણાં દૂર સુધી ઉડવાની શક્તિ છે.
કોઈપણ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચનું સ્થાન, ટ્રેઝેક્ટરી અને પેલોડના આધારે આટલા અંતર સુધી ઉડી શકે નહીં. આ ટેક્નોલોજી પાછળનું ભૌતિકશાસ્ત્ર સરળ છે. જ્યારે બેલેસ્ટિક વ્હીકલ પોતાની પાવર્ડ ફ્લાઈટની ઊંચાઈ સુધી પોહંચી જાય છે, તો તે ગ્રેવિટીની અસરથી આર્ક ટ્રેઝેક્ટરી પર ઉડે છે.
ટેસ્ટ માટે ઘણાં રોકેટ સ્ટેજનો ઉપયોગ
મલ્ટી સ્ટેજિંગ એક સરળ આડિયા પર આધારીત છે. ઉપયોગ વગરના હિસ્સાને અલગ કરીને વ્હીકલનું વજન ઘટાડવું. દરેક રોકેટ સ્ટેજમાં વ્હીકલની ફ્યૂલ ટેન્ક અને એન્જિન હોય છે. જ્યારે ફ્યૂલ ખતમ થઈ જાય છે , તો તેને અલગ કરી શકાય છે. બાકી બચેલું રોકેટ હળવું હોય છે અને વધારે સ્પીડ પકડી શકશે. કોઈપણ બેલેસ્ટિક મિસાઈલની વાસ્તવિક પહોંચ ઘણાં કારકો પર નિર્ભરતા ધરાવે છે.
તેમાં લોન્ચ લોકેશન, ટ્રેઝેક્ટરી, પેલોડ અને મિસાઈલની વાસ્તવિક ક્ષમતા સામેલ છે. તેના માટે ક્યાંય પણ પહોંચવા જેવી ભાષા સામાન્ય રીતે તેના અત્યાધિક લાંબા અંતરની ક્ષમતાને દર્શાવવા વાપરવામાં આવે છે.
અગ્નિ-6ની વાસ્તવિક રેન્જ અને ઓપરેશનલ ક્ષમતાને લઈને સત્તાવાર રીતે જેટલી પણ જાણકારી છે, તેનાથી આગળના દાવાઓને સાવધાનીથી જોવાની જરૂર છે.
મલ્ટી-સ્ટેજ રોકેટ ટેક્નોલોજી મહત્વપૂર્ણ
લાંબા અંતરના રોકેટ અને મિસાઈલ સિસ્ટમમાં મલ્ટી સ્ટેજિંગ એક મહત્ત્વપૂર્ણ તકનીક છે. તેનો મૂળ સિદ્ધાંત ઘણો સરળ છે. આ હિસ્સાનું ઈંધણ સમાપ્ત થઈ ગયું છે. તેને અલગ કરી દેવામાં આવે. જેથી બાકી વાહનનું વજન ઓછું થઈ શખે. જ્યારે કોઈ તબક્કાનું ઈંધણ સમાપ્ત થઈ જાય છે, તો તેને અલગ કરી શકાય છે. આનાથી આગળ વધી રહેલા વ્હીકલનું વજન ઓછું થાય છે. ઉપલબ્ધ ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે. આ કારણ છે કે લાંબા અંતરની રોકેટ સિસ્ટમમાં મલ્ટી સ્ટેજ ડિઝાઈનનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટના વિકાસમાં ડીઆરડીઓનો સિંહફાળો
ભારતના અગ્નિ મિસાઈલ પ્રોજેક્ટના વિકાસને દાયકાઓ થયા છે. તેમાં ડીઆરડીઓ અને ભારતીય એરોસ્પેસ તથા ડિફેન્સ ઉદ્યોગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના ગાઈડન્સ, નિયંત્રણ, માળખાગત ડિઝાઈન અને અન્ય તકનીકી ક્ષેત્રોમાં કામ કર્યું છે.
લાંબા અંતરની મિસાઈલ તૈયાર કરવા માટે માત્ર શક્તિશાળી એન્જિન પુરતા હોતા નથી. તેને યોગ્ય દિશામાં બેહદ ચોકસાઈપૂર્વક નિયંત્રિત કરવા, ઉડાણ દરમિયાન તેની સ્થિતિ નિર્ધારીત કરવી અને જુદીજુદી સ્થિતિઓમાં તેના માળખાને સુરક્ષિત રાખવું પણ એટલું જ જરૂરી છે. તેમાંથી ઘણા તકનીકી ક્ષેત્ર અંતરિક્ષ અભિયાનમાં ઉપયોગમાં લેવાતા એન્જિનિયરિંગ સાથે જોડાયેલા છે.
ધરતી પર અગ્નિ-6ની રી-એન્ટ્રીના સમયે શું થાય છે?
ઝડપી ઉડાણમાં રી-એન્ટ્રીનો તબક્કો સૌથી વધુ મુશ્કેલ માનવામાં આવે છે. જેવું યાન પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશે છે, તેને સતત વધારે ગાઢ હવાનો સામનો કરવો પડે છે. ઝડપ વધવાની સાથે હવા સાથે ઘર્ષણ અને દબાણથી ઘણી ગરમી પેદા થાય છે. તેનો અર્થ છે કે પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી આવવા દરમિયાન થનારી કઠોર પરિસ્થિતિને સહન કરવા માટે યાનને ખાસ પ્રકારની સામગ્રીઓની જરૂરત હોય છે. કોઈ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ માટે વાયુમંડળમાં ફરીથી પ્રવેશ બેહદ પડકારજનક તબક્કો હોય છે.
ચોક્સાઈ પણ જરૂરી
કોઈપણ આઈસીબીએમની ક્ષમતાનું આકલન તેની રેન્જથી કરી શકાય નહીં. લાંબા અંતરને કાપવાની સાથે તેના નિર્ધારીત રુટ્સને જાળવી રાખવો અને લક્ષ્ય ક્ષેત્ર સુધી જરૂરી ચોકસાઈ સાથે પહોંચવું પણ મહત્ત્વપૂર્ણ હોય છે. તેના માટે ગાઈડન્સ અને કંટ્રોલ સિસ્ટમ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. મિસાઈલની ઉડાણ દરમિયાન તેનો રુટ કંટ્રોલ કરવો અને જરૂરી સુધારા કરવા માટે અત્યાધુનિક તકનીકોની જરુરત હોય છે.
અગ્નિ-6ને લઈને મોટી વાત
અગ્નિ-6ને ભારતના ભવિષ્યની લાંબા અંતરની મિસાઈલ ક્ષમતા સાથે જોડવામાં આવે છે. પરંતુ તેની ચોક્કસ રેન્જ, આખરી ડિઝાઈન, તેનાતી અને અન્ય ઓપરેશનલ ક્ષમતાઓને લઈને સાર્વજનિક જાણકારી મર્યાદીત છે. 8હજારથી લઈને 12 હજાર કિલોમીટર જેવી રેન્જનો ઉલ્લેખ વિભિન્ન રિપોર્ટમાં જોવા મળે છે. પરંતુ તેને અગ્નિ-6ની સત્તાવાર રીતે ઘોષિત આખરી ઓપરેશનલ રેન્જ માનવું યોગ્ય નથી.
કુલ મળીને અગ્નિ-6 જેવી લાંબા અંતરની મિસાઈલની ક્ષમતાની પાછળ માત્ર એક શક્તિશાળી રોકેટ નથી. પરંતુ મલ્ટી સ્ટેજ પ્રોપલ્શન, બેલેસ્ટિક ઉડાણ, ગાઈડન્સ અને કંટ્રોલ, એરોડાયનેમિક્સ અને હાઈ-સ્પીડ રી-એન્ટ્રી તકનીક જેવી ઘણી જટિલ ટેક્નોલોજીનું સંયોજન હોય છે. આ તકનીકો કોઈ મિસાઈલને હજારો કિલોમીટરનું અંતર નક્કી કરવામાં સક્ષમ બનાવે છે.