શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, CJP સામે ઝુકી સરકાર
બપોરે 3.30 કલાકે સીજેપીના ડેલિગેટ્સની સરકારની સાથે વાટાઘાટો થવાની છે. તેના પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાએ દિલ્હીમાં મોટી હલચલ મચાવી છે. સીજેપીએ સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવશે કે નહીં, હા કે ના-માં સરકાર જવાબ આપે. હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી સૌની નજર એ વાત પર મંડાયેલી છે કે નીટ પેપર લીક મામલે દિલ્હીમાં ચાલી રહેલું સીજેપીનું આંદોલન ચાલુ રહેશે કે આટોપાઈ જશે?
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. નીટ પેપર લીક મામલે કૉકરોચ જનતા પાર્ટી (CJP)દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે GEN-Z અને સીજેપીના દેખાવકારોની આ સૌથી મોટી જીત માનવામાં આવે છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને એક રીતે સીજેપીના આંદોલન સામે મોદી સરકારના ઝુકવાની ઘટના તરીકે જોવાઈ રહ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાને એક્સ પર ટ્વિટ કરીને રાજીનામાની જાણકારી આપી છે. તેમણે એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે હું ગત 4 દશકથી વધુ સમયથી છાત્ર, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત છું. મારો હંમેશા વિશ્વાસ રહ્યો છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રની આધારશિલા હોય છે. હું દશના યુવાઓની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયોચિત્ત અપેક્ષાઓનું ઊંડું સમ્માન કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને સકાર કરવા અમારા તમામના રાજકીય અને સામાજીક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીજીના દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાનો જે અવસર મને પ્રાપ્ત થયો તેના માટે હું પ્રધાનમંત્રીજીનો આભાર પ્રગટ કરું છું.


ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ છે કે 3 મે, 2026ના રોજ આયોજીત નીટ-યુજી પરીક્ષામાં અનિયમિતતાઓની ફરિયાદો સામે આવતા જ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે. મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. પરીક્ષા રદ્દ કરીને ફરીથી લેવાનો નિર્ણય કવામાં આવ્યો અને આગામી વર્ષથી નીટને સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારીત (CBT)મોડમાં આયોજીત કરવાની ઘોષણા કરવામાં આવી છે.
ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું છે કે 20 લાખથી વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુપણે કરાવવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા પ્રશાસન, છાત્રો અને વાલીઓના સહયોગથી 21 જૂન, 2026ના રોજ ફરીથી પરીક્ષા સફળતાપૂર્વક આયોજીત કરવામાં આવી. 16 જુલાઈએ ઘોષિત પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારોના ઘણાં પ્રતિભાશાળી છાત્રોને સફળતા મળી. પરંતુ કેટલાક જવાબદાર પદો પર બેઠેલા લોકોએ છાત્રોને ગુમરાહ કરવાની કોશિશ કરી, જેનું તેમને ઘેરું દુ:ખ પહોંચ્યું છે.
પોતાના રાજીનામા પર ધર્મેન્દ્ર પ્રધાને ક્હ્યુ છે કે 10 દિવસોની ઘટનાઓએ તેમને બેહદ વ્યથિત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ તેમના વ્યક્તિગત સમ્માનનો વિષય નથી, પરંતુ દેશના યુવાઓના ભવિષ્યનો સવાલ છે.
ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામામાં લખ્યું છે કે પહેલા જ દિવસથી આના પર તેમણે જવાબદારી લીધી છે અને આ પરિસ્થિતિઓથી ક્યારેય મોંઢુ મચકોડયું નથી. મારો એ સંકલ્પ હતો કે અમે કોઈપણ મેધાવી છાત્રની સંભાવના પરીક્ષા માફિયાને કારણે ખરાબ થવા નહીં દઈ, કોઈપણ છાત્રને અન્યાય થવા નહીં દઈએ.
ધર્મેન્દ્ર પ્રધાને નીટ-યુજીના જાહેર થયેલા પરિણામોને સંતોષકારક ગણાવીને તેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલા મેધાવી છાત્રોને પણ સફળતા મળ્યાનું જણાવીને કહ્યુ છે કે પરંતુ આ દરમિયાન પણ ઘણાં છાત્રોને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા વ્યક્તિઓએ અડચણો નાખવાની કોશિશ કરી, જેનાથી મન અત્યંત વ્યથિત થયું.
ધર્મેન્દ્ર પ્રધાને લોકશાહીની શક્તિમાં અતૂટ વિશ્વાસ હોવાનું જણાવીને યુવાઓની આકાંક્ષા, સપનાઓ અને અપેક્ષાઓનું ઊંડુ સમ્માન કરતા હોવાનું જણાવીને કહ્યુ છે કે તેઓ (યુવાઓ) માત્ર ભારતનું ભવિષ્ય જ નથી, પરંતુ એક નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પકાર પણ છે.
જંતર-મંતર ખાતે ચાલી રહેલા દેખાવોના ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યુ છે કે ગત 10 દિવસોનો ઘટનાક્રમ જોતા મારું મન દુખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. ભારતની યુવાશક્તિ જ આ દેશની અસલી શક્તિ છે. દેશની યુવાશક્તિને ભ્રમના કુચક્રમાં ફસાવા દઈશું નહીં, આ મારો સંકલ્પ છે. જંતર -મંતર અને દેશમાં જે સ્થિતિ બનેલી છે, તે સ્થિતિનો રાષ્ટ્રવિરોધી શક્તિઓ લાભ ન ઉઠાવે, દેશની એકતા બની રહે. ભારતનો એકપણ છાત્ર ભવિષ્યની કાયદાકીય જટિલતામાં ગુંચવાય નહીં, આપણા બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે, કારકિર્દી બનાવવા પર ફોક્સ કરે, આ વાત પર વિચાર કરતા મેં મારું ત્યાગપત્ર પ્રધાનમંત્રીજીને મોકલી દીધું છે.
તેમણે કહ્યુ છે કે તે નથી ઈચ્છતા કે છાત્રોના ભવિષ્ય કાયદાકીય વિવાદો અને રાજકીય ટકરાવોમાં ગુંચવાડા અથવા તેમના ધ્યાન ભણવામાંથી ભટકયા. આ ભાવનાની સાથે તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો.
ચિઠ્ઠીના આખરમાં ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મંત્રીપરિષદના સહયોગીઓ, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ક્હ્યુ છે કે જાહેરજીવનમાં આગળ પણ તેઓ ભારતમાતા, ઓડિશાની જનતા અને દેશના યુવાઓની આકાંક્ષાઓને પુરી કરવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરતા રહેશે.