ગાંધીનગર લોકભવનમાં રક્ષાબંધનની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી-જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ હેન્ડલ પર લખ્યું છે કે બહેનોએ સ્નેહપૂર્વક રક્ષાસૂત્ર બાંધીને આશિર્વાદ અને શુભકામનાઓ પાઠવી તે બલ હ્રદયથી તેમના માટે મંગલકામના કરું છું
રક્ષાબંધન ભારતની સનાતન પરંપરામાં ઉજવતા ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર છે. પાટનગર ગાંધીનગરના લોકભવન ખાતે વિવિધ ક્ષેત્ર- સામાજિક ક્ષેત્ર, સેવાભાવી સંસ્થાઓ, બ્રહ્માકુમારીઝ અને દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ હેન્ડલ પર લખ્યું છે કે બહેનોએ સ્નેહપૂર્વક રક્ષાસૂત્ર બાંધીને આશિર્વાદ અને શુભકામનાઓ પાઠવી તે બલ હ્રદયથી તેમના માટે મંગલકામના કરું છું.
નારીશક્તિની સુરક્ષા, સન્માન અને સર્વાંગી ઉત્કર્ષ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું. સૌ બહેનોને સુખમય, સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ.