CJPમાં તિરાડ, અભિજીત દીપકેને કેજરીવાલના પપેટ ગણાવી મનીષ બ્રહ્મભટ્ટે સીજેપી ડેમોક્રેટિક પાર્ટી બનાવી
સીજેપી-ડેમોક્રેટિકના ફાઉન્ડર મનીષ બ્રહ્મભટ્ટે કહ્યુ છે કે આજે અમે કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક લોન્ચ કરી રહ્યા છીએ... અમારે આવું કેમ કરવું પડયુ? આ આંદોલન દેશનું હતું, આ એટલા માટે સફળ થયું, કારણ કે લોકોએ તેમાં પોતાના લોહીપાણી રેડયા હતા. પરંતુ આંદોલનની સફળતા બાદ આને વેચી દેવામાં આવી અને તેનું રાજકીયકરણ કરવામાં આવ્યું
કોકરોચ જનતા પાર્ટી બાદ હવે એક નવી પાર્ટી ચર્ચામાં આવી છે. સીજેપી-ડેમોક્રેટિક નામથી આ પાર્ટી લોન્ચ થઈ છે. નવા જૂથનો દાવો છે કે તેમાં એ લોકો સામેલ છે, જે સીજેપી સાથે અસંમત છે અને તેનાથી અલગ થઈ ગયા છે. પાર્ટી નવા વોલિન્ટિયર્સ સામેલ કરી રહી છે.
3 સપ્ટેમ્બરે સીજેપી-ડીએ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી. સીજેપી-ડીના મનીષ બ્રહ્મભટ્ટે કહ્યુ કે આ નવું જૂથ સીજેપીમાંથી નીકળ્યું છે. અમે જલ્દી પોતાનું સમર્થન દેખાડવા એક વોલિન્ટિયર રેલી કરીશું. નવા જૂથે કેજરીવાલ પર સીજેપી આંદોલનને હેક કરવાનો આરોપ લગાવ્યો છે.
મનીષ બ્રહ્મભટ્ટે ગુરુવારે દિલ્હીમાં કહ્યુ કે છાત્રોના આંદોલન બાદ આ પાર્ટીને વેચી દેવામાં આવી અને રાજનીતિકરણ કરી દેવામાં આવ્યું. તેમણે કહ્યુ કે યુવાઓએ લોહી-પાણી વહાવ્યું, પરંતુ તેમને પુછયા વગર અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય ટીમ બનાવી દેવામાં આવી. તેમણે કહ્યુ કે સીજેપી-ડી કેજરીવાલની ટીમ નહીં બને.
મનીષે ક્હ્યુ કે દીપકેએ પોતાના ઘરોમાં આરામથી બેઠેલા 12 સદસ્યોની ટીમ બનાવી લીધી અને આંદોલનની સફળતા બાદ, કોઈપણ વોલિન્ટરનો કોઈ અભિપ્રાય લીધો નથી. તેમણે કહ્યુ કે સોશયલ મીડિયા અથવા ઈંસ્ટાગ્રામ સાથે જોડાયેલા લોકોને પણ જરૂરી શરતો સંદર્ભે પુછવામાં આવ્યું નથી. તેના સ્થાને તેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા 8 લોકો, એક મહિલા મિત્ર અને કોલેજના દોસ્તોને સામેલ કરીને એક ટીમ બનાવી લીધી.
કેજરીવાલ સીજેપીના બહાને જનાધાર મજબૂત કરી રહ્યા છે- મનીષ બ્રહ્મભટ્ટ
મનીષે કહ્યુ છે કે તે ચાહતા હતા કે રાષ્ટ્રીય ટીમમાં દરેક રાજ્યમાંથી 5 લોકો હોવા જોઈએ અને તે ક્ષેત્રોમાંથી દેખાવકારો અને વોલિન્ટિયર્સને પસંદ કરવામાં આવે, પરંતુ પસંદગી પ્રક્રિયા હાઈકમાનના ઈશારે થઈ.
તેમણે દાવો કર્યો કે આ ટીમને બનાવવાનો વિચાર પણ કેજરીવાલનો હતો, કારણ કે તે અણ્ણા હજારેના સમયથી વિશ્વાસઘાતી રહ્યા છે. મનીષે કહ્યુ કે સીજેપીના બહાને કેજરીવાલ પોતાનો જનાધાર મજબૂત કરી રહ્યા છે.
સીજેપી-ડેમોક્રેટિકના ફાઉન્ડર મનીષ બ્રહ્મભટ્ટે કહ્યુ છે કે આજે અમે કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિક લોન્ચ કરી રહ્યા છીએ... અમારે આવું કેમ કરવું પડયુ? આ આંદોલન દેશનું હતું, આ એટલા માટે સફળ થયું, કારણ કે લોકોએ તેમાં પોતાના લોહીપાણી રેડયા હતા. પરંતુ આંદોલનની સફળતા બાદ આને વેચી દેવામાં આવી અને તેનું રાજકીયકરણ કરવામાં આવ્યું. હવે આ ટીમ કેજરીવાલ બની ગઈ છે, કારણ કે અભિજીત દીપકે અને અન્ય લોકોએ પોતાના ઘરોમાં આરામથી બેઠેલા 12 સદસ્યોની ટીમ બનાવી લીધી.
આંદોલનની સફળતા બાદ કોઈપણ વોલિન્ટરિયર અથવા દેખાવકારને ન તો બોલાવ્યા અને ન તો તેમનો અભિપ્રાય લીધો. સોશયલ મીડિયા અને ઈંસ્ટાગ્રામ સાથે જોડાયેલા લોકો સાથે પણ જરૂરી શરતો સંદર્ભે પુછવામાં આવ્યું નથી. તેના સ્થાને તેમણે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આઠ લોકો, એક મહિલા મિત્ર અને કોલેજના દોસ્તોને સામેલ કરીને ટીમ બનાવી લીધી. અમે ઈચ્છતા હતા કે આ એક રાષ્ટ્રીય ટીમ હોય અને તેમાં દરેક રાજ્યના પાંચ લોકો હોય અને આ ક્ષેત્રમાંથી દેખાવકારો અને વોલિન્ટિયર્સને પસંદ કરવામાં આવે.
અમે ઈચ્છા વ્યક્ત કરી હતી કે પસંદગી પ્રક્રિયા હાઈકમાન્ડ અથવા કોઈ મનસ્વી અધિકારીના ઈશારે ન થાય. પરંતુ તેમણે આ ઈચ્છાને ઠુકરાવી દીધી અને મનસ્વી ઢંગથી ટીમ બનાવી લીધી. આ ટીમને બનાવવાનો વિચાર પણ અરવિંદ કેજરીવાલનો જ હતો, કારણ કે તે શરુઆતથી જ વિશ્વાસઘાતી રહ્યા છે. જ્યારે અણ્ણા હજારે આંદોલન શરૂ થયું, તો તેમણે અણ્ણા હજારેનો ફાયદો ઉઠાવ્યો.