વલસાડમાં સગીરા પર 3 સગીર મિત્રોએ કર્યો ગેંગરેપ, 6 માસ પહેલા સોશયલ મીડિયા પર થયો હતો સંપર્ક
સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈને સગીરે પહેલા તેની સાથે રેપ કર્યો હતો. તેના પછી આ વિકૃત નરાધમ સગીરે તેના અન્ય બે સાથી સગીર મિત્રોને પણ બોલાવ્યા અને તે બંનેએ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું.
વલસાડમાં સોશયલ મીડિયા પર 6 માસ પહેલા મિત્રતા થયા બાદ એક સગીરા સાથે તેના સગીર મિત્ર અને સગીર મિત્રના અન્ય બે સગીર મિત્રો એમ કુલ ત્રણ દ્વારા ગેંગરેપ થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વલલાડના તિથલ ખાતેના સાઈબાબા મંદિર પાસે બોલાવીને ત્રણેય નરાધમ સગીરોએ સગીરા સાથે અવાવરુ સ્થાને હેવાનાયિત કરી હતી. આ મામલે વલસાડ સીટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
પીડિત સગીરાનો અંદાજે 6 માસ પહેલા સોશયલ મીડિયા પર એક સગીર સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વારંવાર વાતચીત થઈ હતી અને સગીરે સગીરાને તિથલના સાઈબાબાબા મંદિર પાસે મળવા બોલાવી હતી. અહીં પહોંચેલી સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈને સગીરે પહેલા તેની સાથે રેપ કર્યો હતો. તેના પછી આ વિકૃત નરાધમ સગીરે તેના અન્ય બે સાથી સગીર મિત્રોને પણ બોલાવ્યા અને તે બંનેએ પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું.
આ નરાધમ સગીરો પીડિત સગીરાને તેના ઘરે મૂકવા જઈ રહ્યા હતા. પણ સગીરા ઘરે નહીં પહોંચતા તેના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા, તેથી આ હિલચાલ જોયા બાદ સગીરો તેને રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા. મોડી રાત્રે સગીરા તેના પરિવારજનોને મળી હતી. સગીરાએ પોતાની સાથેની આપવીતી પરિવારને જણાવી હતી. પરિવારજનોએ વિનાવિલંબે વલસાડ સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી અને પોલીસે ગેંગરેપ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.