ભાજપના 'ચાણક્ય' અમિત શાહનો ધોતી-કુર્તા લુક વાઈરલ, જાણો શું છે મામલો?
જ્યારે પત્રકારો દ્વારા નવો લુક કહેવામાં આવ્યો, તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્મિત સાથે સહજ અંદાજમાં કહ્યુ કે આ નવો લુક નથી, હું પહેલા પણ ઘણીવાર ધોતી પહેરી ચુક્યો છું.
ભારે વરસાદ, નીટ પેપર લીક કાંડમાં સીજેપીના દેખાવો અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ધોતી-કુર્તા લુકમાં એક વીડિયો હવે સોશયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો છે. મોટા ભાગે સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળતા અમિત શાહ ધોતી-કુર્તામાં જોવા મળતા બધાંને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે.
આ વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવાયેલો નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ સંસદના મોનસૂન સત્રના પ્રારંભે સંસદમાં ભારતીય પરંપરાગત ધોતી-કુર્તા પહેરીને સંસદભવન પહોંચ્યા હતા. તેમનો નવો અને સાદગી ભરેલો દેશી લુક સોશયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમિત શાહના આ પહેરવેશમાં ઓડિશા અને આસામની ખાસ સાંસ્કૃતિક ઝલક જોવા મળી રહી હતી.
જો કે સચ્ચાઈ એ છે કે ભારતમાં કુર્તા-પાયજામા અને પેન્ટ -શર્ટ જેવા પરિધાનોએ ધોતી-કુર્તા જેવા પરંપરાગત ભારતીય પહેરવેશને ભારતીય પુરુષોથી દૂર કરી દીધો છે.
તમે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધોતી-કુર્તા જેવા ભારતીય વસ્ત્ર પરિધાનમાં જોયા હશે. ખાસ કરીને અયોધ્યામાં શ્રીરામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોતી-કુર્તામાં જોવા મળ્યા હોવાનું તમને તરત યાદ આવશે.
હવે ચોમાસું સત્રની શરૂઆતમાં સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ધોતી-કુર્તો પહેરીને જવું પણ ભારતીય પરંપરાગત પરિધાનને લઈને ગર્વની લાગણી મહેસૂસ કરાવતું છે.
જ્યારે પત્રકારો દ્વારા નવો લુક કહેવામાં આવ્યો, તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્મિત સાથે સહજ અંદાજમાં કહ્યુ કે આ નવો લુક નથી, હું પહેલા પણ ઘણીવાર ધોતી પહેરી ચુક્યો છું.
સંસદ પરિસરની અંદર અને બહાર વિપક્ષના ભારે હંગામે અને વિરોધ પ્રદર્શન વચ્ચે અમિત શાહ ધોતી-કુર્તા લુકમાં બેહદ શાંત, સહજ અને આત્મવિશ્વાસથી ભરેલા જોવા મળ્યા.
ધોતી-કુર્તો પહેરીને આવેલા અમિત શાહે દિલ્હીમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે ત્યારે એક બેહદ મહત્ત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય રણનીતિક બેઠક પણ કરી હતી.
ઈન્ટરનેટ અને સોશલ મીડિયા પર અમિત શાહનો ધોતી-કુર્તા લુક ખૂબ પસંદ કરાય રહ્યો છે. ઘણાં યૂઝર્સ તેમને ભારતીય રાજનીતિના ચાણક્ય ગણાવી રહ્યા છે અને આ નવા અંદાજને સિંહની ઝલક સૌથી અલગ- જેવી ટીપ્પણીઓથી નવાજી પણ રહ્યા છે.