સુરત સિવિલમાં ડૉ. હર્ષના આપઘાત પછી પણ રેગિંગની ઘટના, સર્જરી વિભાગમાં જુનિયર રેસિડેન્ટે કરી ફરિયાદ
આ મામલે એન્ટી રેગિંગ કમિટી સમક્ષતમામ વિદ્યાર્થીોના નિવેદન લેવામાં આવ્યા છે. સરકારી મેડિકલ કોલેજના ડીને કહ્યુ- વિદ્યાર્થીને જે તકલીફો હતી, તે બાબતે કમિટી સમક્ષ નિરાકરણ થઈ ગયું છે.
સુરત સિવિલમાં રેગિંગના કારણે ડૉ. હર્ષ પંડયાના આપઘાતને હજી 25 દિવસ પણ વીત્યા છે, ત્યાં ફરીથી રેગિંગની રાવ ઉઠી છે. સર્જરી વિભાગમાંથી 27 ઓગસ્ટે રેગિંગ મામલે નનામી અરજી કરાઈ હતી. આ અરજી જુનિયર રેસિડેન્ટે કર્યાનું ખુલ્યું છે.
આ મામલે એન્ટી રેગિંગ કમિટી સમક્ષતમામ વિદ્યાર્થીોના નિવેદન લેવામાં આવ્યા છે. સરકારી મેડિકલ કોલેજના ડીને કહ્યુ- વિદ્યાર્થીને જે તકલીફો હતી, તે બાબતે કમિટી સમક્ષ નિરાકરણ થઈ ગયું છે.
મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડૉ. નિમેશ વર્માએ કહ્યુ કે જુનિયર ડૉક્ટરને કામના કલાકો, સિનિયરો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ મળશે કે નહીં તેમજ જરૂરી કામ શીખવા મળશે કે કેમ તે અંગે ભારે ચિંતા અને એંઝાઈટી અનુભવાતી હતી.
જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ બાબત મામૂલી હતી; મુખ્ય મુદ્દો એ હતો કે કેટલીકવાર વીકલી ડે ઓફ મળતી નહોતો અને ઘણીવાર તેનો રજાનો દિવસ જ ઓપરેશન થિયેટર (OT) વાળા દિવસે આવતો હોવાથી તેઓ તે દિવસે રજા લેવા માગતા નહોતા. તેમણે કહ્યુ કે એક રેસિડેન્ટને થોડી તકલીફ હતી, તેને વિભાગના પીજી ટીચર અને અન્ય ટીચરો સાથે મળીને એની જે મુશ્કેલીઓ હતી એની ચર્ચા કરી હતી, એનું નિરાકરણ થયું હતું.