અમદાવાદ RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે 1થી 2 માસનું વેઈટિંગ, 1 માસમાં ફોર વ્હીલ ટેસ્ટમાં માત્ર 17% જ પાસ થયા
નાપાસ થવાના મુખ્ય ત્રણ કારણો સામે આવ્યા છે. જેમાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વખતે સરખું ધ્યાન આપતા નથી, ટેસ્ટ પેહલા તેનો ડેમો વિડીયો બરોબર જોતા નથી. તેમજ ફોર વહીલરમાં પ્રોપર સ્કિલ વગર ટેસ્ટ આપવા આવે છે
અમદાવાદ RTOમાં એઆઈ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થયાને દોઢ માસ વિત્યા છે. આગામી દિવસોમાં બીજા ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થવાના છે, પણ હાલ અહીં એક જ ટ્રેક ચાલુ છે. તેથી ટુ વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટમાં 1 માસ (30 દિવસ) અને ફોર વ્હીલના ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અંદાજે 2 માસ (50થી 55 દિવસ) નું વેઈટિંગ ચાલી રહ્યું છે.
એઆઈ ટ્રેકને કારણે ગત એક માસમાં માત્ર 17 ટકા લોકો જ ફોર વ્હીલનો ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી શક્યા છે. જ્યારે આ સમયગાળામાં ટુ વ્હીલના ટેસ્ટમાં 73 ટકા વાહનચાલકો પાસ થઈ શક્યા છે.
અમદાવાદ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનું વેઈટિંગ ઘટે તેના માટે બીજો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક આગામી 8 માસમાં શરૂ કરવામાં આવશે. આ બીજો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બન્યા પછી વેઈટિંગમાં 50 ટકાનો ઘટાડો થશે. હાલ દરરોજ ફોર વ્હીલના 100થી 110 અને ટુ વ્હીલના 160થી 180 ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે.
AI ટ્રેકમાં LMVના એક મહિનામાં કુલ 2060 ટેસ્ટ લેવામાં આવ્યા છે. તેમાંથી 358 અરજદારો પાસ થયા છે અને 1702 નાપાસ થયા છે. ત્યારે ટુ વહીલરમાં 3456 ટેસ્ટ લેવામાં આવ્યા છે. તેમાંથી2548 પાસ અને 908 નાપાસ થયા છે. ત્યારે ફોર વહીલરમાં 80 ટકા અરજદારો પેરેલલ પાર્કિંગ અને ટુ વહીલરમાં લોકો છેલ્લા ત્રણેક પાસે ફૂટ ડાઉનના લીધે ફેઈલ થયા છે.
જ્યારે નાપાસ થવાના મુખ્ય ત્રણ કારણો સામે આવ્યા છે. જેમાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી વખતે સરખું ધ્યાન આપતા નથી, ટેસ્ટ પેહલા તેનો ડેમો વિડીયો બરોબર જોતા નથી. તેમજ ફોર વહીલરમાં પ્રોપર સ્કિલ વગર ટેસ્ટ આપવા આવે છે.