ભાજપના પૂર્વ નેતાએ ગુજરાત કેન્દ્રીત મોડલ પર ઉઠાવ્યો સવાલ, AIથી ઓલિમ્પિક સુધી બધું એક રાજ્યમાં કેમ?
અન્નામલાઈએ કહ્યુ છે કે માત્ર એક રાજ્યમાં અવસરોનું આ કેન્દ્રીકરણ ભારતના વિકાસનું મોડલ હોઈ શકે નહીં, તેને બદલું પડશે. લોકો બધું જોઈ રહ્યા છે
ઈન્ડિયા ટુડે તમિલનાડુ રાઉન્ડ ટેબલમાં તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વી ધ લીડર્સના સંસ્થાપક કે. અન્નામલાઈએ વિકાસના ગુજરાત કેન્દ્રીત દ્રષ્ટિકોણની ટીકા કરી છે. તેમનું માનવું છે કે મોટી કંપનીઓના રોકાણ, નવી ટેક્નોલોજીના પ્રોજેક્ટ્સ અને મોટા રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય આયોજન માત્ર એક જ રાજ્યમાં કેન્દ્રીત હોવા ન જોઈએ, પરંતુ તેનો ફાયદો દેશના અન્ય રાજ્યોને પણ મળવો જોઈએ.
અન્નામલાઈએ એ પણ કહ્યુ કે ભાજપની નિર્ણય પ્રક્રિયા ઝડપથી દિલ્હી કેન્દ્રીત થઈ રહી છે અને તેમણે રાજ્ય સ્તરના નેતાઓને વધારે અધિકગાર આપવાની વાત કરતા કહ્યુ છે કે મને લાગે છે કે ભાજપનો નિર્ણય દિલ્હી-કેન્દ્રીત થઈ રહ્યો છે, જે ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ છે, તેને બદલવું પડશે.
તેમણે કહ્યુ કે રાજ્ય સ્તરના નેતાઓને નિર્ણય લેવામાં અને તેના પર અમલ કરવા માટે વધારે અધિકાર આપવા જોઈએ. ઈમાનદારીથી કહુ તો તેમને કાર્યવાહી કરવા માટે રાજ્ય સ્તરીય નેતાઓને સશક્ત બનાવવા જ પડશે. દિલ્હીનું વિકાસનું આ ગુજરાત કેન્દ્રીત મોડલ થોડું બદલવું જોઈએ.
અન્નામલાઈએ કહ્યુ છે કે તમે આવું કરી શકો નહીં કે તમામ એઆઈ કંપનીઓ ત્યાં જાય, સેમીકન્ડક્ટર કંપનીઓ ત્યાં જાય, 2030ના કોમનવેલ્થ ગેમ્સ ત્યાં થાય, 2030ની પોલીસ ગેમ્સ ત્યાં યોજાય અને 2036નો ઓલિમ્પિક પણ અમદાવાદમાં થાય. અખિલ ભારતીય વિકાસનું આ ગુજરાત મોડલ સ્વીકાર્ય થઈ શકે નહીં. અન્નામલાઈએ કહ્યુ છે કે માત્ર એક રાજ્યમાં અવસરોનું આ કેન્દ્રીકરણ ભારતના વિકાસનું મોડલ હોઈ શકે નહીં, તેને બદલું પડશે. લોકો બધું જોઈ રહ્યા છે.
અન્નામલાઈની આ ટીપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે વિભિન્ન આર્ટિફિશલ ઈન્ટેલિજન્સ અને સેમીકન્ડક્ટર નિર્માણ જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ આકર્ષિત કરવાની સાથેસાથે મોટી રમત અને આંતરરાષ્ટ્રીય આયોજનોની મેજબાની માટે પરસ્પર પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. અન્નામલાઈ માટે આ મુદ્દો એ વાત સાથે પણ જોડાયેલો છે કે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ કેવી રીતે નિર્ણય લે છે અને પાર્ટીના દ્રષ્ટિકોણને આકાર આપવામાં રાજ્યસ્તરના નેતાઓની કેટલી ભૂમિકા હોય છે.
ચર્ચામાં આગળ બોલતા અન્નામલાઈએ તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય બાબતે કહ્યુ કે નવી સરકારને ખુદને સ્થાપિત કરવા માટે સમય આપવો જોઈએ.