માફિયા અતીક અહમદના પુત્ર અબાનની કાર કેવી રીતે પલટી મારી ગઈ, Video આવ્યો સામે
ડેશકેમથી રેકોર્ડ વીડિયોમા દેખાઈ રહ્યું છે કે અતીકના પુત્ર અબાનની કાર ઘણી ઝડપથી આગળ વધી રહી છે. એક ગાડીને ઓવરટેક કર્યા બાદ કાર આગળ વધતી દેખાય રહી છે. તેના પછી અચાનક અબાનની કાર ડાબી બાજુ વળવા લાગે છે
ઉલ્લેખનીય છે કે 6
ઓગસ્ટે અતીક અહમદના સૌથી નાના પુત્ર અબાન અહમદનું ઝાંસીમાં એક સડક દુર્ઘટનામાં મોત
નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં અબાનના એક મિત્રનો પણ જીવ ગયો હતો. દુર્ઘટનામાં અન્ય
ત્રણ લોકો ગંભીરપણે ગવાયા હતા. અબાન ઝાંસી જિલ્લાની જેલમાં બંધ પોતાના મોટા ભાઈ
અલી અહમદને મળવા પ્રયાગરાજથી ઝાંસી જઈ રહ્યો હતો.
ડેશકેમથી રેકોર્ડ
વીડિયોમા દેખાઈ રહ્યું છે કે અતીકના પુત્ર અબાનની કાર ઘણી ઝડપથી આગળ વધી રહી છે.
એક ગાડીને ઓવરટેક કર્યા બાદ કાર આગળ વધતી દેખાય રહી છે. તેના પછી અચાનક અબાનની કાર
ડાબી બાજુ વળવા લાગે છે. કાર ઝડપથી સડકની નીચે જવા લાગે છે.
જેને કારણે સંતુલન બગડી
જાય છે, તે ત્યાં ડિવાઈડર સાથે અથડાય છે. તેના પછી કાર હવામાં કેટલાક ફૂટ સુધી ઉછળે
છે. પાછળ આવી રહેલી કારનું પણ સંતુલન બગડે છે અને તેમાં બેઠેલો ડ્રાઈવર પણ ચોંકી
જાય છે. તેના પછી કારનો વીડિયો રેકોર્ડ થઈ શક્યો નથી. એખ મિનિટના આ વીડિયોમાં
અબાનની કારનો એક્સિડેન્ટ કેવી રીતે થયો તેની હકીકત સામે આવી છે.
અતીક અહમદના પાંચ દીકરા
છે. તેમાં સૌથી મોટો દીકરો ઉમર અહમદ લખનૌ જેલમાં બંધ છે. અલી અહમદ ઝાંસીની જેલમાં
અને ત્રીજો પુત્ર અસદ એપ્રિલ-2023માં ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થઈ ચુક્યો
છે. ચોથો અહજમ અહમદ બહાર છે. જ્યારે અતીકના પાંચમા પુત્ર અબાનનું કાર
એક્સિડેન્ટમાં મોત નીપજ્યું છે.