‘એક રૂપિયો પણ લીધો નથી’... રાજકોટ-લોધિકા સંઘના વિવાદમાં લાલજી તળાવિયાનો મોટો ખુલાસો
જયેશ રાદડિયાને લઈને ચાલી રહેલી જૂથબાજીની ચર્ચા અંગે પણ લાલજી તળાવિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે “અમારામાં કોઈ જૂથવાદ નથી, બધા એક છીએ.”
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી બાદ રાજકીય અને સહકારી ક્ષેત્રમાં વિવાદ વધુ ગરમાયો છે. ચૂંટણીને લઈને થઈ રહેલા આક્ષેપો વચ્ચે જિલ્લા પંચાયત સભ્ય લાલજી તળાવિયાએ મહત્વનું નિવેદન આપીને કેટલાક આરોપોને ફગાવી દીધા છે.
લાલજી તળાવિયાએ અલ્પેશ ઢોલરિયાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે “અલ્પેશ ઢોલરિયાએ એક રૂપિયો લીધા વગર ટિકિટ આપી હતી.” તેમણે વિજય સખીયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ટિકિટ અને ઉમેદવારીને લઈને થયેલી ચર્ચા અંગે તળાવિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. તેમણે અલ્પેશ ઢોલરિયા અંગેના આરોપોને પણ નકારી કાઢ્યા હતા.
બીજી તરફ, જયેશ રાદડિયાને લઈને ચાલી રહેલી જૂથબાજીની ચર્ચા અંગે પણ લાલજી તળાવિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે “અમારામાં કોઈ જૂથવાદ નથી, બધા એક છીએ.”
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી બાદ સામે આવેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે લાલજી તળાવિયાના નિવેદનથી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. એક તરફ વિજય સખીયા દ્વારા આરોપો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ તળાવિયાએ આ આરોપોને ખોટા ગણાવી સમગ્ર મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
હવે ચૂંટણી બાદના આ વિવાદમાં આગામી દિવસોમાં અન્ય નેતાઓ અને સહકારી આગેવાનોના નિવેદનો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.