દ્વારકા-ગોમતીઘાટ ખાતે રીલબાજ યુવાનને દરિયા દેવે ભણાવ્યો પાઠ, જુઓ Video
રીલ બનાવો કે સેલ્ફી લો, સૌથી પહેલા પોતાની જાતને સુરક્ષિત રાખો. સોશયલ મીડિયામાં થોડા ફોલોઅર્સ નહીં વધે કે તમારી રીલ વાયરલ નહીં થાય તો કંઈ આભ તૂટી પડવાનું નથી. પણ જો જીવથી ગયા તો તમારા સ્વજનો રાતા પાણીએ રડશે.
આજકાલ એક ઘેલછા ચાલે છે કે સોશયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ જવા માટે યુવાવર્ગ ઉટપટાંગ હરકતો અને જીવ જોખમમાં નાખનારી સેલ્ફી અને રીલ્સ બનાવી રહી છે.
આવી જ એક ઘટના ગુજરાતના પવિત્ર ધર્મસ્થાન કૃષ્ણનગરી દ્વારકાના ગોમતીઘાટ ખાતે બની છે. અહીં એક યુવકને રીલ બનાવવાની મસ્તી તેના જીવના જોખમનું કારણ બની હતી. જો કે આ મસ્તી કરતો યુવક માંડ-માંડ બચી ગયો હતો.
વધુ ફોલોઅર્સ મેળવવાની સનકમાં એક યુવકે જીવ જોખમમાં નાખીને દ્વારકાના ગોમતી ઘાટ પર સ્ટંટ શરૂ કર્યા હતા. સામે દરિયા દેવ તેમના ઉંચા-ઉંચા મોજા સાથે દેખાઈ રહ્યા છે.
ત્યારે આ તેજ વહાવ વચ્ચે યુવક દ્વારા ગોમતીઘાટ પર સ્ટંટનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સમુદ્રના તેજ વહાવમાં લહેરોના એક થપેડાથી આ રીલબાજ યુવક દૂર જઈને પડે છે.
જો આ રીલબાજ યુવકે થોડી પણ બેદરકારી દાખવી હોત, તો તેના પર જીવનું જોખમ પણ આવી શકે તેમ હતું. દરિયા દેવે તો આ રીલબાજને પાઠ ભણાવ્યો છે. પણ ખતરનાક સ્ટંટ કરનારા દરેક લોકો આટલા ભાગ્યશાળી હોતા નથી.
તેથી રીલ બનાવો કે સેલ્ફી લો, સૌથી પહેલા પોતાની જાતને સુરક્ષિત રાખો. સોશયલ મીડિયામાં થોડા ફોલોઅર્સ નહીં વધે કે તમારી રીલ વાયરલ નહીં થાય તો કંઈ આભ તૂટી પડવાનું નથી. પણ જો જીવથી ગયા તો તમારા સ્વજનો રાતા પાણીએ રડશે.