સિસ્ટમ કરેશન માટે Gen Z નું આંદોલન થવું જોઈએ: RSS ચીફ મોહન ભાગવત
મોહન ભાગવતે કહ્યુ કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણું બધું કરવાની જરૂર છે અને આમ થઈ રહ્યું નથી માટે આ મુદ્દા ઉઠાવાય રહ્યા છે
Gen Z સાથે સંવાદના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે અવાજ ન સાંભળવામાં આવ્યો તો પ્રદર્શન કરી શકાય છે. તેમણે કહ્યુ કે આંદોલન પણ ડાયલોગની જ એક રીત છે. તેમણે કહ્યુ કે લોકશાહીમાં વિરોધ પણ સામાન્ય સંમતિ બનાવવાની એક પદ્ધતિ છે. ઘણાં પ્રકારના વિચાર સામે આવે છે અને વાતચીત બાદ સામાન્ય સંમતિ બને છે. આ વાતચીત સંવાદ દ્વારા જ થઈ શકે છે. જો જુદાજુદા કારણોથી વાત સાંભળવામાં ન આવે તો આંદોલન કરી શકાય છે. પરંતુ આવું સામાન્ય સંમતિ બનાવવા માટે કરવું જોઈએ, વિભાજન માટે નહીં.
તેમણે કહ્યુ કે તાજેતરમાં Gen Zએ જે ફરિયાદ કરી તે સાચી છે. મોહન ભાગવતે કહ્યુ કે ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણું બધું કરવાની જરૂર છે અને આમ થઈ રહ્યું નથી માટે આ મુદ્દા ઉઠાવાય રહ્યા છે. Gen Z સંદર્ભે મારા અનુભવની વાત કરું તો જ્યારે અમે તેમની વયના હતા તો અમે મોટાની વાત માની લેતા હતા. ક્યારેય સવાલ ઉઠાવતા ન હતા. હવે Gen Z અને Gen -આલ્ફા સવાલ પુછે છે, તેમને તાર્કિક જવાબ અને પ્રેમ જોઈએ. લોકશાહીમાં આ રીત છે. તેને અંગ્રેજીમાં ડિબેટ કહે છે, અમે તેને શાસ્ત્રાર્થ કહીએ ચીએ- ત્યાં કોઈ ચર્ચા હોતી નથી, પરંતુ બે પક્ષ હોય છે- પૂર્વ અને ઉત્તર.
સંઘ પ્રમુખે કહ્યુ છે કે અમે તમામ પાસાઓને જોઈએ છીએ અને દરેકનો પોતાના દૃષ્ટિકોણ હોય છે. અમને ઘણાં બધાં વિચાર અને વિરોધી વિચાર મળે છે, જે મળીને સચ્ચાઈની પુરી તસવીર બનાવે છે. આવું જરૂર થવું જોઈએ. હું એ નહીં કહું કે જેન-ઝીએ વિરોધ ન કરવો જોઈએ, પરંતુ લોકશાહીમાં વિરોધ કરવો અને કામ કરવાની કંઈક રીતો હોય છે. બંધારણ બનાવનારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભાષણોમાં આના સંદર્ભે સંકેત અપાયો છે. આના પર ધ્યાન આપવું જોઈએ.
તેમણે કહ્યુ છે કે જેન-ઝી વિરોધ માટે અવાજ ઉઠાવી રહ્યા નથી. તે આવું એટલા માટે કરી રહ્યા છે , કારણ કે તેમને કેટલીક મુશ્કેલીઓ છે. જેને ઠીક કરવી જોઈએ. આંદોલન મારા અથવા તમારા વિરુદ્ધ નથી. પરંતુ સિસ્ટમને ઠીક કરવા માટે હોવું જોઈએ.