હૂતિયોએ AIથી બનાવ્યું હથિયાર? મિસાઈલ બનાવવામાં Claude AIનો ઉપયોગ
એન્થ્રોપિકે પોતાના રિપોર્ટ્સમાં આ ગ્રુપનું નામ દર્શાવ્યું નથી. પરંતુ રિપોર્ટમાં એ સંકેત આપ્યો છે કે આ હૂતી વિદ્રોહી હોઈ શકે છે. તેની સાથે જ જણાવ્યું છે કે હૂતિયોએ મિસાઈલ અને ડ્રોનનો એક મોટો જથ્થો તૈયાર કર્યો છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આજના સમયમાં ઘણું અદ્યતન થઈ ગયું છે. એન્થ્રોપિક અને ઓપન એઆઈ જેવી કંપનીઓ સતત એઆઈ મોડલ્સને એડવાન્સ્ડ બનાવવાની કોશિશોમાં છે. તેની સાથે એઆઈના દુરુપયોગનો પણ ખતરો વધી ગયો છે.
ઈરાન સમર્થિત યમનના હૂતી વિદ્રોહીઓએ ગાઈડેડ મિસાઈલો માટે સોફ્ટવેર તૈયાર કરવામમાં એન્થ્રોપિકના એઆઈ ચેટબોટ ક્લાઉડનો ઉપયોગ કર્યો હોવાની સંભાવના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. આ જાણકારી ખુદ એન્થ્રોપિકે પોતાના રિપોર્ટ્સમાં આપી છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા એક 154 પૃષ્ઠોના અહેવાલમાં ઘણાં મોટા ખુલાસા કરાયા છે.
એન્થ્રોપિકે કહ્યું છે કે કેવી રીતે ઘણાં દેશ અને ગ્રુપ તેના ક્લાઉડનો દુરુપયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે. યંમન ખાતેના એક જૂથે ક્લાઉડ કોડનો દુરુપયોગ કરવાની કોશિશ કરી છે.
ગાઈડેડ રોકેટ અને અન્ય મિસાઈલ પ્રોગ્રામ માટે એઆઈનો ઉપયોગ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્લાઉડ કોડની મદદથી એક ગાઈડેડ રોકેટ અને અન્ય મિસાઈલ પોગ્રામ માટે ગાઈડન્સ, નેવિગેશન અને સોફ્ટવેર બનાવવા માટે કામ કર્યું છે.
હૂતી વિદ્રોહીઓને લઈને સંભાવના દર્શાવાય
એન્થ્રોપિકે પોતાના રિપોર્ટ્સમાં આ ગ્રુપનું નામ દર્શાવ્યું નથી. પરંતુ રિપોર્ટમાં એ સંકેત આપ્યો છે કે આ હૂતી વિદ્રોહી હોઈ શકે છે. તેની સાથે જ જણાવ્યું છે કે હૂતિયોએ મિસાઈલ અને ડ્રોનનો એક મોટો જથ્થો તૈયાર કર્યો છે.
નિરીક્ષણ માટે પણ એઆઈનો ઉપયોગ
રિપોર્ટ્સ મુજબ, થોડાક દેશોની સરકાર અને ગ્રુપ ક્લાઉડની મદદથી મોનિટરિંગ, માસ સર્વિલાન્સિંગ અને ખતરનાક બાયો વેપન્સ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ ઘણાં લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
એન્થ્રોપિકે અસફળ પ્રયોગોનો પણ કર્યો ઉલ્લેખ
રિપોર્ટમાં એન્થ્રોપિકે ઘણાં અસફળ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ઘણાં સમૂહ, અપરાધીઓ અને જાસૂસી ગેંગ્સે ઘણીવાર કોશિશ કરી છે. રિપોર્ટ્સમાં ડિસેમ્બર, 2025થી લઈને ડિસેમ્બર - 2026 સુધી કરવામાં આવેલા પ્રયોગોનો ઉલ્લેખ છે.