વડોદરામાં Gen-Z સાથેના સંવાદમાં PM મોદીનો કૉંગ્રેસ પર કટાક્ષ, કહ્યુ-વિકાસ જોઈ નારાજ ફુવા ફરી બૂમો પાડશે
પીએમ મોદીએ કહ્યુ કે જૂ્ઠ્ઠાણાની ગુંજથી ભરમાવનારાઓ દરેક ચોક પર મળી જશે, પંરતુ ભારતના નવયુવાનો સત્યની હુંકારથી ચાલે છે. સત્યના હુંકાર સાથે ચાલે છે. સત્યના હુંકાર માટે ચાલે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં નમો ફોર વિકસિત ભારત કાર્યક્રમ દરમિયાન પ્રતાપનગર અને ટાંડા રોડ વચ્ચે નવી મેમૂ પ્રવાસી ટ્રેન અને અન્ય ટ્રેન સેવાઓને લીલી ઝંડી દેખાડીને રવાના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો ફોર વિકસિત ભારત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે આજ હું વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે તમારી વચ્ચે આવ્યો છું. હાલમાં જે દેશના વિકાસ સાથે જોડાયેલી હજારો કરોડ રૂપિયાની યોજનાનઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. હું દેશની જનતાને ઘણાં અભિનંદન આપું છું. આ વિકાસ પર્વ પર આપ સૌએ જે સેવા ભાવથી અને સેવાભાવ સાથે આખા વડોદરા શહેરમાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકને હ્રદયથી ઘણાંઘણાં અભિનંદન પાઠવું છું, તેમની પ્રશંસા કરું છું.
લાલ કિલ્લા પરથી સંકલ્પની સપ્તધારાનું એલાન કર્યું
વડોદરામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આ વર્ષે લાલકિલ્લા પરથી સંકલ્પની સપ્તધારાનું એલાન કર્યું હતું. તેમાં એક ધારા ગતિશક્તિ પણ છે. વિકસિત ભારત માટે એવી કનેક્ટિવિટી જોઈએ જે જમાનાના હિસાબથી સુગમ અને સ્પીડથી ચાલે. ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે 12 વર્ષમાં કામ કરવાની સંસ્કૃતિ બદલાઈ છે. ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરની ફાઈલ લટકતી-ભટકતી રહી. કોંગ્રેસે 7-8 વર્ષમાં એક કિલોમીટર કામ પુરુ કર્યું નહીં. કોંગ્રેસે દેશની પ્રગતિ કરનારા પ્રોજેક્ટને રોકી રાક્યા હતા. 2014માં વડોદરાવાળાઓએ મને દિલ્હી મોકલ્યો હતો. ત્યાં પહોંચતા જ દેશના વ્યવસાયિક 2800 કિલોમીટરના પ્રોજેક્ટનું કામ પૂર્ણ કર્યું. હવે આ કોરિડોર પર પ્રતિદિન 430 ગુડ્સ ટ્રેન ચાલે છે.
વડોદરાના લોકોને અભિનંદન આપ્યા
પીએમ મોદીએ કહ્યુ કે હું વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આવ્યો છું. આ વિકાસ પર્વ પર , જે સેવાભાવથી,. આખા વડોદરામાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવાયું છે. હું તમામને અભિનંદન આપું છું. આખા ગુજરાતનું ધ્યાન વડોદરા પર હોય છે. આ વખતે જ્યારે ગણેશજી પધારશે તો વડોદરા પર તમામ આશિર્વાદ વરસવાના છે. ફ્રેટ કોરિડોર અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે 2004થી 2014 સુધી ફાઈલો ટેબલમાં યાત્રા કરી રહી હતી. ફાઈલો અટકતી હતી. 2014માં વડોદરા અને ગુજરાતના લોકોએ મને દિલ્હી મોકલ્યો સચ્ચાઈ એ હતી કે સાત આઠ વર્ષમાં એક કિલોમીટર ફ્રેટ કોરિડોર પૂર્ણ થયો ન હતો. આ હિસાબથી દેશ ચાલે તો ઘણી પેઢીઓમાં કામ પુરું થાત નહીં. આ ધરતીએ જે શિક્ષણ આપ્યું. તેના પછી 2800 કિલોમીટર ફ્રેટ કોરિડોરનું કામ કરી દેખાડયું. પેસેન્જર ટ્રેનના ટ્રેક પર માલગાડી હતી. ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ ધીમા હતા. ડીએફસીએ ચીજોને બદલી નાખી છે. 430 માલગાડીઓ આના પર દોડી રહી છે.
વિપક્ષ-કૉંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદીએ કહ્યુ કે જૂ્ઠ્ઠાણાની ગુંજથી ભરમાવનારાઓ દરેક ચોક પર મળી જશે, પંરતુ ભારતના નવયુવાનો સત્યની હુંકારથી ચાલે છે. સત્યના હુંકાર સાથે ચાલે છે. સત્યના હુંકાર માટે ચાલે છે. આપણા યુવા સાથી એ જોઈ રહ્યા છે કે આજ દેશમાં સોલાર હોય, વિંડ હોય, હાઈડ્રો હોય, ન્યૂક્લિયર હોય, તમામ સેક્ટર પર સરકાર કેટલા ફોકસથી કામ કરી રહી છે.
મોદીએ GEN-Zને સંબોધન કરતાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું, નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે, 2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા. જુની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી.
વડોદરા મેક ઈન ઈન્ડિયા માટે જાણીતું
પીએમ મોદીએ કહ્યુ કે મેં દેશની સામે વિકસિત ભરાતની જે સપ્તધારાઓનું વિઝન મૂક્યું છે, તેમાં એક ધારા મેન્યુફેક્ચરિંગની પણ છે અને વડોદરા શહેર તેની તાકાત સારી રીતે જાણે પણ છે, સમજે પણ છે. શિક્ષણ, કૌશલ અને ઈન્ડસ્ટ્રીના કોલેબ કેવું હોય છે, વડોદરા 150 વર્ષોથી તેનું પ્રતિબિંબ છે. હવે તો આ શહેર દેશનું પહેલું મેડ ઈન ઈન્ડિયા મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે જાણીતું છે. સી-295ની પહેલી ફ્લાઈટ અહીંનું આખાશ જોઈ ચુકી છે. હું વડોદરાના લોકોને આ ગૌરવ માટે ઘણાં અભિનંદન આપું છું.