અમદાવાદમાં મુસ્લિમ TRB જવાને PSIને આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપી!
મુસ્લિમ ટીઆરબી જવાને ધમકી આપતા કહ્યું, પંડ્યા, તું કેવી રીતે નોકરી કરે છે તે હવે હું જોઈ લઈશ. જો મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ. આ મારો ઇલાકો છે, હવે તું ખુરશી પર કેવી રીતે બેસે છે તે હું જોઉં છું
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા એક ટીઆરબી જવાને પોતાના જ ઉપરી અધિકારી ટ્રાફિક PSIને જાહેરમાં પેટના આંતરડા બહાર કાઢી નાખીનેજાનથી મારવાની ધમકી આપી છે. ગેરહાજરીના મામલે રિપોર્ટ કરવા મામલે ઉશ્કેરાયેલા ટીઆરબી જવાન દ્વારા પીએસઆઈને ધમકી આપવા મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિગતો મુજબ, એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ભરત પંડયા વિશાલા બીટના ઈન્ચાર્જ છે. તેમના વિસ્તારના ટ્રાફિક પોઈન્ટ્સ પર પોલીસકર્મી, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોની કામગીરીનું મોનિટરિંગ કરવાની તેમની જવાબદારી છે. 13 ઓગસ્ટે વિશાલા બીટ પર ફરજ બજાવતો ટીઆરબી જવાન જાવેદ ખાન ડ્યૂટી પર ગેરહજાર હોવાથી નિયમ મુજબ પીએસઆઈ ભરત પંડયાએ પીઆઈને રિપોર્ટ મોકલ્યો હતો.
બીજા દિવસે 14 ઓગસ્ટે પણ જાવેદખાન સમયસર ફરજ પર આવ્યો ન હતો, તેથી ફરીથી ગેરહાજર નોંધવામામં આવ્યો. બપોરે જ્યારે જાવેદ આવ્યો, ત્યારે પીએસઆઈ પંડયાએ તેને ગેરહાજર દર્શાવ્યાનું જણાવ્યું હતું. તેના પછી સાંજે જાવેદે ફરી તેમની પાસે આવીને પોતાને હાજર દર્શાવવા જણાવ્યું. તેથી પીએસઆઈએ કહ્યુ કે તેનો ગેરહાજરીનો રિપોર્ટ પીઆઈને મોકલી દેવામાં આવ્યો હોવાથી તે તેમની સમક્ષ રજૂઆત કરીને ફરજ પર જોડાઈ શકે છે.
આ વાત સાંભળીને જાવેદખાન એકદમ ઉશ્કેરાઈ ગયો અને અન્ય પોલીસકર્મીઓની હાજરીમાં પીએસઆઈ ભરત પંડયા સાથે ગેરવર્તન શરૂ કરીને જાહેરમાં ધમકી આપતા કહ્યું, પંડ્યા, તું કેવી રીતે નોકરી કરે છે તે હવે હું જોઈ લઈશ. જો મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ. આ મારો ઇલાકો છે, હવે તું ખુરશી પર કેવી રીતે બેસે છે તે હું જોઉં છું.
ઘટના સમયે હાજર અન્ય સાથીકર્મીઓએ વચ્ચે પડીને પીએસઆઈને આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપનારા ટીઆરબી જવાન જાવેદખાનને શાંત પાડયો હતો અને ત્યાંથી રવાના કર્યો હતો. આ મામલાની જાણકારી પીએસઆઈ ભરત પંડયાએ પીઆઈને કરી હતી અને સ્ટેશન ડાયરીમાં વિગતવાર નોંધ કરાવી હતી.