પોરબંદર લોકમેળામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ ચકડોળની મજા માણી
પોરબંદરમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર ‘કૃષ્ણસખા સુદામા લોકમેળા-૨૦૨૬’નું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી લોકસભાના સાંસદ મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે
પોરબંદરમાં આયોજિત ‘શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026’ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓએ લોકમેળાની મુલાકાત દરમિયાન રાઈડની મોજ માણી હતી.
પોરબંદરમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર ‘કૃષ્ણસખા સુદામા લોકમેળા-૨૦૨૬’નું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી લોકસભાના સાંસદ મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ મેળાના આયોજન અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષામાં ગુજરાતના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ સક્રિય રીતે જોડાયેલા છે.
લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે નેતાઓએ પણ મેળાના માહોલનો આનંદ માણ્યો હતો. રાઈડની સવારી દરમિયાન બંને નેતાઓના હળવા-ફૂલકા અંદાજની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
પરંપરા, સંસ્કૃતિ અને મનોરંજનના સંગમ સમાન આ લોકમેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.