દિલ્હી જંતર-મંતર પર નવું આંદોલન, અનામત હટાવવાની માંગ સાથે એકઠા થયા લોકો!
અનામત હટાવો આંદોલન માટે રામલીલા મેદાનમાં દેખાવની મંજૂરી આપવામાં આવી છે. 21 ઓગસ્ટે સાંજે 4 વાગ્યા સુધી માટે આ મંજૂરી હશે
નીટ-યુજી પેપર લીક વિરુદ્ધ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલન બાદ જંતર-મંતર પર નવું વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. શુક્રવારે અઅનામત હટાવો આંદોલન માટે સેંકડો લોકો જંતર-મંતર પહોંચ્યા હતા. દેખાવકારો અનામત અને યુજીસી નિયમોની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. એક તરફ જ્યાં સેંકડો દેખાવકારો જંતર-મંતર પર પહોંચી ગયા છે, તો દિલ્હી પોલીસે કહ્યું છે કે સાંજે 4 વાગ્યા સુધી રામલીલા મેદાનમાં દેખાવની મંજૂરી આપવામાં આવી છે.
જંતર-મંતર પર શુક્રવારે સવારથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા. બપોર સુધીમાં ભીડ ગણી વધી ગઈ. લોકો હાથમાં બેનર અને પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કરતા એકઠા થયા હતા. જો કે સીજેપી આંદોલન બાદ જ જંતર-મંતર પર બેરિકેડિંગ વધારાયું છે અને પોલીસે દેખાવકારોને ધરણાં સ્થળે જતાં રોક્યા છે. પરંતુ જંતર-મંતરના વિસ્તારમાં લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
આનાત ગરીબને મળે જાતિને નહીં, રાષ્ટ્રનો અવાજ સાંભળવો પડશે- ભારતમાં આ્થિક આધાર પર અનામત કરવું પડશે જેવા સૂત્રો લખેલા પોસ્ટર લઈને લોકો ભારતમાતા કી જય અને જય શ્રીરામના સૂત્રો લગાવી રહ્યા હતા. યુજીસી રોલ બેકના સૂત્રો પણ ખૂબ ગુંજ્યા. દેખાવકારોનું કહેવું છે કે જાતિગત અનામત હટાવવા સુધી તે પોતાનું આંદોલન ચલાવતા રહેશે. શૈક્ષણિક પરિસરોમાં જાતિ આધારીત ભેદભાવને રોકવા સાથે સંબંધિત 2026ના યુજીસીના સમાનતા સંબંધિત નિયમોને લઈને પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સવર્ણ સમાજ નિયમોમાં થયેલા સંશોધનનો પોતાની વિરુદ્ધ દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરતા તેને પાછો ખેંચવાની માગણી કરી રહી રહ્યો છે.
આ દરમિયાન દિલ્હી પોલીસ તરફથી આપવામાં આવેલી સૂચના પ્રમાણે, અનામત હટાવો આંદોલન માટે રામલીલા મેદાનમાં દેખાવની મંજૂરી આપવામાં આવી છે. 21 ઓગસ્ટે સાંજે 4 વાગ્યા સુધી માટે આ મંજૂરી હશે, પરંતુ મહત્તમ 500 લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે એનઓસીમાં એમ પણ કહ્યું છે કે કોઈપણ પ્રકારના સરઘસ અને ધરણાં સ્થળ પર રોકાવાની મંજૂરી આપવામાં આવી નથી. દેખાવકારોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.
એક દિવસ પહેલા પણ દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેણે 21 ઓગસ્ટે જંતર-મંતર પર કોઈપણ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપી નથી અને આના સંદર્ભે સોશયલ મીડિયામાં પ્રસારીત થઈ રહેલા વીડિયોને તેણે ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા. દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યુ કે બીએનએસએસની કલમ-163 હેઠળ નિષેધાજ્ઞા આદેશ પહેલા જ નવી દિલ્હી જિલ્લામાં લાગુ છે.