અમદાવાદમાં 4 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા- વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદના મુખ્ય માર્ગો પર 4 કલાકના વરસાદને કારણે પાણી વહેતા જોવા મળ્યા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ પાણીથી ભરાઈ જતાં ટ્રાફિક ધીમો પડયો હતો. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે. હવામાન વિભાગે સિસ્ટમ્સ સક્રિય થવાના કારણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. જેના કાણે લાંબા સમયથી અસહ્ય ગરમી સહન કરી રહેલા અમદાવાદવાસીઓને રાહત મળી છે.
સવારના 6 વાગ્યાથી 10 વાગ્યાના ચાર કલાકમાં અમદાવાદના એસ. જી. હઆઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોયિયા અને પૂર્વના મણિનગર, નારોલ અને સરસપુર જેવા વિસ્તારોમાં સાબેલાધાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકો અને શાળાએ જતાં બાળકો વરસાદમાં પલળતા દેખાયા હતા.
અમદાવાદના મુખ્ય માર્ગો પર 4 કલાકના વરસાદને કારણે પાણી વહેતા જોવા મળ્યા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ પાણીથી ભરાઈ જતાં ટ્રાફિક ધીમો પડયો હતો. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે.
હવામાન વિભાગે સિસ્ટમ્સ સક્રિય થવાના કારણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે માત્ર 4 કલાકના સમયગાળામાં નોંધપાત્ર વરસાદ નોંધયો છે. જેમાં પશ્ચિમ અમદાવાદમાં વરસાદનું પ્રમાણ વધારે હતું. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 1.99 ઈંચ વરસાદ બોપલ વિસ્તારમાં નોંધાયો છે. આ સિવાય સરખેજમાં 1.89 ઈંચ, બોડકદેવમાં 1.81 ઈંચ, જોધપુર ઝોનલ 1.71 ઈંચ, જોધપુર 1.67 ઈંચ, થલતેજ 1.30 ઈંચ અને સાયન્સ સિટીમાં 1.16 ઈંચ વરસાદ નોંધોય છે. સવારના એક ઈંચ કરતા વધારે વરસાદને કારણે અમદાવાદના ઘણાં વિસ્તારોના માર્ગો પર પાણી ભરાયા છે.
મણિનગર વિસ્તારમાં ભૈરવનથથી જવાહરચોક ચાર રસ્તા સુધીના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મણિનગરમાં આ વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે સિટી ડીઈઓએ કહ્યુ છે કે જે વિસ્તારો કે શાળાઓમાં પાણી ભરાયા હોય ત્યાં શાળા સંચાલકો પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકે છે. વિદ્યાર્થીઓની સલામતી સૌથી અગત્યની બાબત હોવાથી તેમણે કોઈ જોખમ ન ખેડવું પડે તે માટે અગાઉ કરેલા પરિપત્રની તમામ શાળાઓને ફરીથી જાણ કરવામાં આવી છે.'
અમદાવાદના એસ. જી. હાઈવે પર થલતેજથી ઈસ્કોન તરફના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ઈસ્કોન બ્રિજથી ઉથરીને કર્ણાવતી ક્લબ તરફ નવી કામગીરી અને વાયએમસીએ ચાર રસ્તા પાસે પાણી ભરાવાને કારણે વાહનોની કતાર લાગી છે. અમદાવાદના મોટાભાગના ગરનાળા-અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. વસ્ત્રાપુરના માર્ગો પણ જળબંબાકાર બન્યા હતા.
અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ બંધ કરાયા છે.
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો...
આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સૌથી વધુ માંડલમાં 1.69 ઈંચ, ધંધુકામાં 1.10 ઈંચ, વિરમગામમાં 1.06 ઈંચ અને દેત્રોજ-રામપુરામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 0.59 ઈંચ જ્યારે ધોળકા, સાણંદ અને બાવળામાં હળવો વરસાદ પડ્યો હતો.
જ્યારે દસક્રોઈ અને ધોલેરામાં નહિવત વરસાદ રહ્યો હતો.
વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતાં અમદાવાદના વાસણા બેરેજના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. તેની સાથે જ નાગરિકોને નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.