તેલંગાણામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીનો ગેંગરેપ, 9 લોકોએ 3 દિવસ બંધક બનાવી કર્યું સામુહિક દુષ્કર્મ
આ મામલો તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લાના અલવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. પોલીસે આઠ આરોપીઓને એરેસ્ટ કર્યા છે. જ્યારે નવમો આરોપી ફરાર છે
તેલંગાણાના મેડચલ-મલકાગિરી જિલ્લામાં 10મા ધોરણની એક વિદ્યાર્થિની સાથે કથિત ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. જેમાં પીડિતાની સાથે એક-બે નહીં, પણ નવ-નવ નરાધમોએ બળાત્કાર કર્યો છે. આ મામલામાં ખુલાસો થયા બાદ પોલીસે અત્યાર સુધીમાં આઠ નરાધમોને ઝડપી પાડયા છે. જ્યારે બાકીના ફરાર આરોપીને શોધવા દરોડા પાડી રહી છે.
આ ઘટના મેડચલ-મલાકજગિરી જિલ્લામાં અલવાલ પોલીસ સ્ટેશનની છે. પોલીસ મુજબ, આરોપીઓએ વિદ્યાર્થિનીના એક પુરુષ મિત્રની મદદથી તેને કિડનેપ કરી હતી. તેના પછી કથિતપણે ત્રણ દિવસો સુધી તેનું યૌન શોષણ કર્યું. અલવાલ પોલીસ મુજબ, આ ઘટનામાં કૂલ 9 લોકો સામેલ હોવાનો આરોપ છે. ધરપકડ કરવામાં આવેલા આઠ આરોપીઓ સાથે જોડાયેલા મામલાની તપાસ થઈ રહી છે. તો નવમો આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
પોલીસ મુજબ, આરોપીઓએ વિદ્યાર્થિનીને અપહ્રત કરવા માટે તેના એક પુરુષ મિત્રની મદદ લીધી હતી. તેના પછી કથિતપણે ત્રણ દિવસ સુધી તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. જો કે ઉપલબ્ધ જાણકારીથી એ સ્પષ્ટ નથી કે વિદ્યાર્થિનીને ક્યારે અને ક્યાંથી કિડનેપ કરવામાં આવી હતી. પોલીસ મામલા સાથે જોડાયેલા અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
આ મામલો તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લાના અલવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. પોલીસે આઠ આરોપીઓને એરેસ્ટ કર્યા છે. જ્યારે નવમો આરોપી ફરાર છે અને તેને ઝડપી પાડવા પોલીસ કોશિશ કરી રહી છે. હાલ પોલીસ તરફથી મામલામાં આનાથી વધારે જાણકારી સામે આવી નથી.