શું RSS ગોળી મારીને મારી હત્યા કરાવી દેશે?: પ્રિયાંક ખડગેએ ભાગવતને મળેલી સુરક્ષા પર કર્યો સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ કહ્યુ છે કે જ્યારે તેમને રુટ માર્ચ કરવાની હોય છે, ત્યારે કર્ણાટક પોલીસ આ સંગઠનના 20 લાખ લોકોને સુરક્ષા આપે છે
કર્ણાટક સરકારમાં મંત્રી અને કોંગ્રેસના નેતા પ્રિયાંક ખડગેએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને મળેલી સિક્યુરિટી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કલબુર્ગીમાં શનિવારે તેમણે કહ્યુ છે કે શું તમે જાણો છો કે એડવાન્સ સિક્યુરિટી લાઈઝન (ASL) સુરક્ષા કેવી રીતે મળે છે ? વિદેશ મંત્રાલય, ભારતના ગૃહ મંત્રી અને વડાપ્રધાનને. મોહન બાગવતને પણ આ સુર7ા મળી રહી છે અને તેનો ખર્ચ તમારા ટેક્સના નાણાંમાંથી થઈ રહ્યો છે. મારો સવાલ છે કે આજે કલબુર્ગીના લોકોના ટેક્સના નાણાં મોહન ભાગવતની સિક્યુરિટી પર ખર્ચ થઈ રહ્યા છે, તો તેના માટે ક્યો માપદંડ અપનાવાયો છે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ કહ્યુ છે કે જ્યારે તેમને રુટ માર્ચ કરવાની હોય છે, ત્યારે કર્ણાટક પોલીસ આ સંગઠનના 20 લાખ લોકોને સુરક્ષા આપે છે. તે કોણ હોય છે, આ કહેનારા કે આપણે પાકિસ્તાન અને ચીન સાથે સંબંધ રાખવા જોઈએ. ખડગેએ કહ્યુ કે કાલે મેં વિપક્ષના નેતાને એ કહેતા જોયા કે જો પ્રિયાંક ખડગે કંઈ કહેશે તો તે એ સુનિશ્ચિત કરશે કે તે પોતાના ઘરમાંથી બહાર નીકળી શકે નહીં. આવું કેમ? શું આરએસએસ ગોળી મારીને મારી હત્યા કરી દેશે? તમે આંબેડકરને બક્ષ્યા નથી, તમે ગાંધીજીને બક્ષ્યા નથી. શું તમે મને બક્ષશો? તે ખુદ મારી વાતને સાબિત કરી રહ્યા છે કે તે એક આતંકવાદી સંગઠન છે, છે ને?
ભાગવતનું સંબોધન
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે શનિવારે કહ્યુ કે યુવા દેશની જનસાંખ્યિકી શક્તિ છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો રાષ્ટ્રને તેનાથી સારો લાભ થશે, નહીંતર તે ભવિષ્યમાં સમાજ પર બોજો બની શકે છે. ભાગવતે જેન-ઝીની સાથે એક સપ્તાહની અંદર પોતાના અન્ય સંવાદમાં એમ પણ કહ્યુ કે આઝના યુવા 30 વર્ષ બાદ વૃદ્ધ થઈ જશે અને તે માત્ર પોતાના માટે ન વિચારે, પરંતુ આગામી પેઢીઓની જરૂરતોનું પણ ધ્યાન રાખે. આ કાર્યક્રમ મહારાષ્ટ્રના નાગપુરમાં લોકમત મીડિયા સમૂહ તરફથી આયોજીત કરવામાં આવ્યો હતો.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે યુવા આપણી જનસાંખ્યિકીય શક્તિ છે. જો આનું યોગ્ય રીતે માર્ગદર્શન કરવામાં આવે, તો આપણને તેનાથી ઘણો લાભ થશે, નહીંતર તે ભવિષ્યમાં સમાજ પર બોજો બની શકે છે. યુવા જ કમાનારા હશે. રોજગારનો મતલબ માત્ર નોકરી નથી. પરંતુ મહેનત-મજૂરી કરનારા લોકો પણમ આમા સામેલ છે. તેમની મહેનતનું સમ્માન કરવું જોઈએ.
સંઘ પ્રમુખે કહ્યુ છે કે ભારતનું દાયિત્વ છે કે પોતાના દ્રષ્ટિકોણથી દુનિયાને ભવિષ્યનો માર્ગ દેખાડે અને સંતુલન પ્રાપ્ત કરવામાં મદદ કરે. તેમણે કહ્યુ છે કે દેશને પોતાની પરિસ્થિતિઓ પ્રમાણે માનસકિતા વિકસિત કરવી પડશે.