નેપાળના દાર્ચુલામાં ભયાનક ભૂસ્ખલન, ફરીથી પુરનો ખતરો- જુઓ Video
નેપાળ પોલીસ મુજબ, શનિવારે સવારે 8 વાગ્યા સુધી પુર અને ફ્લેશ ફ્લડમાં 1342 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 4886 લોકો હજી પણ લાપતા છે.
નેપાળના પશ્ચિમી પ્રાંતમાં આવેલા દાર્ચુલા જિલ્લામાં ભયાનક ભૂસ્ખલનનો વીડિયો સામે આવ્યો છે. આ ભૂસ્ખલન બાદ ચૌલાની (ચમેલિયા) નદીનો પ્રવાહ આંશિક રીતે અવરુદ્ધ થયો છે. નદીમાં મોટા પ્રમાણમાં કાટમાળ અને ખડકો પડવાને કારણે કૃત્રિમ સરોવર બનવા અને અચાનક પુર આવવાનો ખતરો મંડરાવા લાગ્યો છે.
દાર્ચુલા જિલ્લા પ્રશાસને નીચલા વિસ્તારો અને ભારત-નેપાળ સીમાના મહાકાલી નદીના તટવર્તી વિસ્તારના નિવાસીઓને હાઈ એલર્ટ પર રહેવાની કડક ચેતવણી જાહેર કરી છે.
પ્રશાસનિક અધિકારીઓ મુજબ, આ ઘટના અપી હિમાલ ગ્રામીણ નગરપાલિકાના ભટ્ટાર ક્ષેત્રમાં થઈ છે. પહાડનો મોટો હિસ્સો ધ્વસ્ત થઈને ચૌલાની નદીમાં પડયો છે. તેનાથી પાણીનું વહેણ થંભવા લાગ્યું છે.
સ્થાનિક પ્રશાસનને આશંકા છે કે જો પહાડી પરથી વધુ કાટમાળ પડશે તો નદી સંપૂર્ણપણે બ્લોક થઈ શકે છે. તેના પછી તબાણના કારણે અચાનક તે ફાટીને તબાહી મચાવી શકે છે.
ચૌલાની નદી કે જેને ચમેલિયા પણ કહેવામાં આવે છે, અપી હિમાલથી નીકળીને આખરમાં મહાકાલી નદી જને શારદા નદી તરીકે પણ ઓળખવામાં વે છે, જે ભારત અને નેપાળ વચ્ચે પ્રાકૃતિક સીમા બનાવે છે. તેનાથી ભારતીય સીમાવર્તી ગામડાંઓમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.
આફતની ગંભીરતાને જોતા પશ્ચિમી પ્રાંતના મુખ્યમંત્રી ખગરાજ ભટ્ટાએ સ્થાનિક પ્રશાસન અને ત્રણ સુરક્ષા નિગમોને કોઈપણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે.
બાંલચ ખાતે નેપાળ ચમેલિયા જળવિદ્યુત સુરક્ષા બેઝથી સશસ્ત્ર પ્રહરી દળ (એપીએફ)ના જવાનોની તેનાતી કરવામાં આવી છે, જે નદીના જળસ્તર પર સતત નજર રાખી રહ્યા છે.
જિલ્લા પ્રશાસને ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ જાહેર કર્યા છે અને લાઉડસ્પીકર તથા માઈકથી નીચલા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાની સલાહ અપાઈ રહી છે.
તાજેતરમાં 26 ઓગસ્ટે નેપાળના રસુવા અને નુવાકોટમાં આવેલી વિનાશકારી હિમાલયી સુનામી અને 1000થી વધુ લોકોના મોત બાદ પ્રશાસન આ નવા ભૂસ્ખલનને લઈને બેહદ સાવધાની દાખવી રહ્યું છે, કારણ કે ક્ષેત્રમાં સતત થઈ રહેલા વરસાદથી ઢાળ અત્યાધિક અસ્થિર બનેલા છે.
નેપાળમાં આવેલા ભીષણ પુરે ભારે તબાહી મચાવી છે. નેપાળ પોલીસ મુજબ, શનિવારે સવારે 8 વાગ્યા સુધી પુર અને ફ્લેશ ફ્લડમાં 1342 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 4886 લોકો હજી પણ લાપતા છે.
પોલીસ મુજબ, આઠ જિલ્લામાં લાશ જપ્ત કરવામાં આવી છે. તેમાથી ચિતવનથી 360, નવલપરાસી પશ્ચિમથી 230, નવલપરાસી પૂર્વથી 222, નુવાકોટથી 192, રસુવાથી 160, ગોરખાથી 73, ધાદિંગથી 67 અને તનહુનથી 38 લાશો મળી છે.
સૌથી વધારે તબાહી ચીનની સીમા પાસે રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીની આસપાસ થઈ છે. નદીમાં અચાનક પુરને કારણે નીચલા વિસ્તારોમાં ભારે નુકશાન થયું.
પોલીસ મુજબ, અત્યાર સુધીમાં 1030 લાશોના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે. આના પહેલા ડીએનએ સેમ્પલ અને અન્ય ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
દફન કરવામાં આવેલી લાશોમાં 22 મહિલાઓ અને 355 પુરુષો સામેલ છે. જ્યારે 453 લાશોની ઓળખમાં લિંગની પુષ્ટિ થઈ શકી નથી.