ગુજરાતમાં જમીન ફાળવણી વધુ ઝડપી બનશે, કલેક્ટર-DDO ને મળી વધુ સત્તા
આ નિર્ણય પછી સરકારી પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક સામાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી બનશે અને રોજગારીને વેગ મળશે. હવે કલેક્ટર-ડીડીઓ પાસે નિર્ણયની સત્તા હોવાના કારણે નાગરિકોએ ગાંધીનગર આવવું નહીં પડે અને જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે.
ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્ર્કચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સમાજીક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પકલ્પોને વધુ ઝડપી બનાવવા માટે સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવી છે.
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનનેસને વેગ આપવા માટે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ)ની સત્તા મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
આ નિર્ણય પછી સરકારી પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક સામાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી વધુ ઝડપી બનશે અને રોજગારીને વેગ મળશે. હવે કલેક્ટર-ડીડીઓ પાસે નિર્ણયની સત્તા હોવાના કારણે નાગરિકોએ ગાંધીનગર આવવું નહીં પડે અને જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ મળી રહેશે.
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ કેવી રીતે મળશે?
રાજ્ય સરકાર બોર્ડ કે કોર્પોરેશનને 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની નાણાંકીય સત્તા મર્યાદાને વધારીને 15લાખથી 1 કરોડ રૂપિયા સુધીની કરાઈ છે.
કેન્દ્ર સરકારના વિભાગોને (જાહેર હેતુ) માટે 1 હેક્ટર સુધીની જમીન માટે નાણાંકીય સત્તામર્યાદાને વધારીને 15 લાખથી વધારી 50 લાખ કરાઈ છે.
(સરકારી કર્મચારી કે વ્યક્તિગત) રહેણાંક હેતુની જમીન ફાળવણી માટે નાણાંકીય સત્તા મર્યાદાને 1 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે.
સરકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણીની નાણાંકીય સત્તામર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરાઈ છે.
સરકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓને લઈને સત્તા મર્યાદા 3 લાખથી વધારીને 15 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીઓની ગામતળ પ્લોટની ફાળવણીની સત્તામાં વધારો કરાયો છે. તેની જોગવાઈ મુજબ, વ્યક્તિગત રહેઠાણને લઈને સત્તા મર્યાદા 20 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. સરકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે સત્તા મર્યાદા 15 લાકથી વધારીને 75 લાખ કરવામાં આવી છે. દૂધમંડળીઓ કે સરકારી ગોડાઉન કે ગ્રામીણ ગ્રીડ માટે સત્તામર્યાદાને 20 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.