જન્માષ્ટમીના તહેવારને લઈને ST વિભાગનો મોટો નિર્ણય, 2થી 5 સપ્ટેમ્બર સુધી એક્સ્ટ્રા બસો દોડશે
આ સિવાય દ્વારકા, ડાકોર, માધવપુર અને શામળાજી જેવા કૃષ્ણ ધામો અને ધાર્મિક સ્થાનો માટે પણ વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાવી છે.
જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી વિભાગે પોતાના ગામ-શહેર જનારા લોકો માટે રાહતપ્રદ નિર્ણય કર્યો છે. એસટી વિભાગે મોટો નિર્ણય કરતા 2થી 5 સપ્ટેમ્બર સુધી એક્સ્ટ્રા બસો દોડાવીને તહેવારોમાં પરિવાર પાસે જનારા લોકોને રાહત આપી છે.
પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાતભરમાં ત્રણ હજાર જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, પાલનપુર, મહેસાણા સહીતના સ્થાનો પર વધારાની બસો દોડશે.
આ સિવાય દ્વારકા, ડાકોર, માધવપુર અને શામળાજી જેવા કૃષ્ણ ધામો અને ધાર્મિક સ્થાનો માટે પણ વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાવી છે.
મહત્વપૂર્ણ છે કે ગત જન્માષ્ટમી દરમિયાન 2,840 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવી હતી. ગત વર્ષે આશરે 9.83 લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો અને મુસાફરો ઉમટવાની શક્યતા વચ્ચે ST વિભાગ સજ્જ છે.