NCLTએ સુભાષ ચંદ્રાના લોન માફીવાળા આદેશ પર રોક લગાવી, પ્રોપર્ટી પણ નહીં વેચી શકે
સ્પેશયલ બેન્ચે NCLTના જૂના આદેશ- 22006 કરોડ રૂપિયાથી વધુ લોનને 6.5 કરોડ રૂપિયામાં સમાપ્ત કરવા પર રોક લગાવી છે
નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT)એ મંગળવારે એસ્સેલ સમૂહના ચેરમેન સુભાષ ચંદ્રા સાથે જોડાયેલા દેવાળિયાપણાના મામલામાં પોતાના 25 ઓગસ્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. તેની સાથે આદેશ જાહેર કર્યો છે કે ગેરેન્ટર તરીકે પોતાની મિલ્કતોને ડાયરેક્ટ અથવા ઈનડાયરેક્ટ રીતે ટ્રાન્સફર ન કરે.
મામલાની સુનાણી કરી રહેલા ત્રણ સદસ્યો તરફથી જાહેર આદેશમાં મતભેદ સામે આવ્યા બાદ આ મામલામાં NCLTની પાંચ સદસ્યીય સ્પેશયલ બેંચ સમક્ષ મૂક્યો. તેના પછી સ્પેશયલ બેંચે મંગળવારે મામલાની સુનાવણી શરૂ કરી અને આદેશ આપ્યો કે પહેલાના આદેશોમાં મતભેદ હતા અને કોઈ સ્પષ્ટ બહુમતી ન હતી, જેને લાગુ કરી શકાય.
આ કારણે સ્પેશયલ બેન્ચે NCLTના જૂના આદેશ- 22006 કરોડ રૂપિયાથી વધુ લોનને 6.5 કરોડ રૂપિયામાં સમાપ્ત કરવા પર રોક લગાવી છે. આ સિવાય સુભાષચંદ્રાને પોતાની પ્રોપર્ટી વેચવા પર પણ રોક લગાવી છે. NCLTએ આ મામલા સાથે જોડાયેલા તમામ પક્ષોને નોટિસ પણ જાહેર કરી છે.
જૂના આદેશ હેઠળ NCLTએ સુભાષ ચંદ્રાને 22006 કરોડ રૂપિયાથી વધારે લોનને લગભગ 6.5 કરોડ રૂપિયામાં ચુકવવાનો આદેશ જાહેર કર્યો હતો. જો કે આ લોન ચંદ્રાની પર્સનલ લોન નથી. પરંતુ સુભાષ ચંદ્રા ગેરેન્ટર છે. તેવામાં NCLTએ પોતાના આદેશમાં માત્ર 6.5 કરોડ રૂપિયામાં લોન નિપટાવવાનો આદેશ આપ્યો હતો અને દેવાળિયાપણાની કાર્યવાહીને નિપટાવવાનો માર્ગ સાફ કરી દીધો હતો.
તેના પછી ઘણાં સવાલો ઉભા થયા, તેમાં સૌથી વધારે આ વાત પર સવાલ ઉઠે છે કે આટલી મોટી લોનનો નિપટારો આટલા ઓછા પેમેન્ટ સાથે કેવી રીતે કરી શકાય છે. વિવાદ વધ્યા બાદ એનસીએલટીની સ્પેશયલ બેન્ચે આના પર સુનાવણી કરી અને હવે જૂના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
પાંચ સદસ્યોવાળી સ્પેશયલ બેન્ચે પોતાના આદેશમાં કહ્યુ કે જૂના આદેશમાં બહુમતી ન હતી, તેના કારણે તેના પર રોક લગાવવામાં આવી છે. હવે પાંચ સદસ્યોની ટીમ આના પર નવેસરથી વિચારણા કરશે. બેન્ચે આગળ એમ પણ કહ્યુ છે કે કાર્યવાહી પર વિચાર કરવા દરમિયાન ગેરેન્ટર એટલે કે સુભાષ ચંદ્રાના ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ પ્રોપર્ટી વેચવા પર રોક છે.