"ડ્યૂટી પર નીડરતાથી કામ કરો, જવાબદારી મારી", છાત્રો આંદોલનના વિવાદ વચ્ચે CRPF ચીફનો જવાનોને સંદેશ
મહત્ત્વપૂર્ણ છે કે સીઆરપીએફની રેપિડ એક્શન ફોર્સ જંતર-મંતર અને સેન્ટ્રલ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિને સંભાળવાને લઈને તપાસના રડાર હેઠળ છે. આ આખો મામલો કોકરોચ જનતા પાર્ટીના નીટ પેપર લીક કાંડ સામેના દેખાવો દરમિયાન થયેલી માર્ચ વખતનો છે
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડને કાબુમાં લેવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા પેલેટ ગનના ઉપયોગને લઈને મચેલા વિવાદની વચ્ચે સીઆરપીએફના ચીફે જવાનોને કહ્યું છે કે તેમણે નીડરતાથી કામ કરવું જોઈએ અને તે તેમની કામગીરીની જવાબદારી લેશે.
સીઆરપીએફના શપથગ્રહણ સમારંભને સંબોધિત કરતા સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યુ કે મહાનિદેશક હોવા પર હું તમારા સૌને ભરોસો અપાવવા માંગુ છું કે ચાહે ઓપરેશનલ બટાલિયન હોય અથવા લૉ એન્ડ ઑર્ડર યૂનિટ, તમે તમારા કર્તવ્યોનું ઈમાનદારીથી નિર્વહન કરતા જે પણ નિર્ણય લો અને જે પણ કાર્યવાહી કરો, તે તમામ નિર્ણયો અને કામગીરીઓની જવાબદારી હું લઉં છું. નીડર થઈને પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરતા રહો. જ્યાં પણ જવાબદારી કે જવાબદેહી લેવાની જરૂર હશે, હું ડાયરેક્ટર જનરલ તરીકે તેને લઈશ।
મહત્ત્વપૂર્ણ છે કે સીઆરપીએફની રેપિડ એક્શન ફોર્સ જંતર-મંતર અને સેન્ટ્રલ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિને સંભાળવાને લઈને તપાસના રડાર હેઠળ છે. આ આખો મામલો કોકરોચ જનતા પાર્ટીના નીટ પેપર લીક કાંડ સામેના દેખાવો દરમિયાન થયેલી માર્ચ વખતનો છે.
ઉલ્લેખનીય છે કે આરએએફના પ્રમુખે તમામ જવાનોને કહ્યુ હતુ કે 20 જુલાઈની સંસદ માર્ચ દરમિયાન ભીડને કાબુ કરવા માટે અપનાવાયેલા બળપ્રયોગની પદ્ધતિ નિર્ધારીત માપદંડો અને આરએએફની ટ્રેનિંગ પ્રમાણેની ન હતી. આ વાત એક ઈન્ટરનલ રિવ્યૂમાં સામે આવી છે. તેમાં ગંભીર ખામીઓ ઉજાગર થઈ છે. તે વખતે દેખાવકાર સંસદ તરફ માર્ચ કરી રહ્યા હતા અને ત્રણ લોકોને પેલેટ ગનથી ઈજાઓ થઈ હતી.
સૂત્રો મુજબ, આરએએફ પ્રમિુખ ધુંધિયાએ અધિકારીઓને જણાવ્યુ કે 20 જુલાઈએ જંતર-મંતર અન સંસદની આસપાસ તેનાત કરાતા પહેલા કર્મચારીઓને કોઈ યોગ્ય અને સમયસરનું બ્રીફિંગ આપવામાં આવ્યું ન હતું. સૂત્રોએ કહ્યુ છે કે આરએએફના પ્રમુખે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર જેવા સ્પેશયલ ઓપરેશન ઝોનમાંથી તાજેતરમાં ટ્રાન્સફર કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક દિલ્હીમાં ભીડ નિયંત્રણ કરવાની ડ્યૂટી પર લગાવવા જોઈતા ન હતા.
એક સૂત્રનું કહેવું છે કે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે જમ્મુ-કાશ્મીર અથવા અન્ય સ્પેશ્યલ ઓપરેશન ઝોનથી ટ્રાન્સફર કરાયેલા કર્મચારીઓનો કામ કરવાનો માહોલ અને ઓપરેશનલ દ્રષ્ટિકોણ અલગ હોય છે. પરંતુ દિલ્હી, બિહાર, આસામ અને મહારાષ્ટ્ર જેવા સેક્ટરોમાં ભીડને નિયંત્રિત કરવી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક અલગ અને સંતુલિત દ્રષ્ટિકોણની જરૂરત હોય છે.
સૂત્રનું કહેવું છે કે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે બળનો ઉપયોગ માત્ર જરૂરી મર્યાદા સુધી જ, વિવેકપૂર્ણ, તટસ્થ, સંતુલિત અને સંવેદનશીલ રીતે કરવો જોઈએ. તેમણે એ પણ જણાવ્યું હતું કે બળપ્રયોગ કરતા પહેલા કર્મચારીઓએ જરૂરી ચેતવણી જાહેર કરવી જોઈએ.
સીઆરપીએફની તપાસમાં ઉજાગર થયું છે કે કનૉટ પ્લેસમાં તેનાત રેપિડ એક્શન ફોર્સના એક જવાને પેલેટ ગનથી સાત રાઉન્ડ ફાયર કર્યા હતા. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલસમાં દાવો કર્યો છે કે જવાને આ ફાયર કોકરોચ જનતા પાર્ટીના 20 જુલાઈએ થયેલા સંસદ માર્ચ દરમિયાન કર્યું હતું.