BLAએ બલૂચિસ્તાનમાં 25 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા
હુમલાઓમાં 25 પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાનાના બીએલએના દાવાની હાલ પાકિસ્તાની અધિકારીઓ અથવા કોઈ સ્વતંત્ર સ્ત્રોતથી પુષ્ટિ થઈ નથી.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને સુરક્ષાદળોની વિરુદ્ધના બે જુદાંજુદાં હુમલાને લઈને બલોચ લિબરેશન આર્મી એટલે કે બીએલએએ મોટો દાવો કર્યો છે. સંગઠનનું કહેવું છે કે 3 સપ્ટેમ્બરે થયેલા આ હુમલાઓમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 25 સૈનિકો માર્યા ગયા છે.
બીએલએનું કહેવું છે કે પહેલો હુમલો જિયારત ક્રોસ પાસે પાકિસ્તાની સેનાના એક કાફલાને નિશાન બનાવીને કરાયો છે. સંગઠનનો દાવો છે કે તેના માણસોએ કાફલાની બે ગાડીઓને નષ્ટ કરીને તેમાં 18 સુરક્ષાકર્મી માર્યા ગયા. બીએલએનું કહેવું છે કે પાંચ ઘાયલ સૈનિકો ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા. જ્યારે હુમલાખોરોએ હથિયાર પણ પોતાના કબજામાં લીધા.
બીએલએએ બીજો હુમલો સુરાબના હાજીકા વિસ્તારમાં કર્યો. બીએલએ મુજબ, અહીં તેણે એસટીઓએસે રિમોટ કંટ્રોલથી સંચાલિત વાહનમાં વિસ્ફોટ કર્યો. આ હુમલામાં 7 સુરક્ષાકર્મીઓના માર્યા જવાનો દાવો કરાયો છે. બીએલએએ જિયારત ક્રોસ પર થયેલા હુમલામાં પોતાના ફતેહ સ્ક્વોર્ડને સામેલ કરવાની વાત કહી છે. સંગઠને બંને હુમલાની જવાબદારી લીધી છે.
આ હુમલાઓમાં 25 પાકિસ્તાની સૈનિકોના માર્યા જવાનાના બીએલએના દાવાની હાલ પાકિસ્તાની અધિકારીઓ અથવા કોઈ સ્વતંત્ર સ્ત્રોતથી પુષ્ટિ થઈ નથી. બીએલએ આના પહેલા પણ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો વિરુદ્ધ સશસ્ત્ર અભિયાન ચલાવી રહ્યા છે. ઓગસ્ટ-2026માં પણ બીએલએએ 9થી 15 ઓગસ્ટ વચ્ચે આઠ દિવસમાં 22 સમન્વિત હુમલો કરવાનો દાવો કર્યો હતો. સંગઠને આ હુમલામાં 26 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓના માર્યા જવાની વાત કહી હતી.
ઓગસ્ટના આખરમાં મસ્તુંગની પાસે એક સૈન્ય કાફલા પર આઈઈડી હુમલાને લઈને પણ બીએલએએ 13 સૈનિકોના માર્યા જવાનો દાવો કર્યો હતો. જુલાઈ-2026માં ગ્વાદર કોસ્ટ ગાર્ડ કેમ્પર પર આત્મઘાતી હુમલાની જવાબદારી બીએલએની મજીદ બ્રિગેડે લીધી હતી અને 30થી વધારે અર્ધલશ્કરી દળોના જવાનોના માર્યા જવાનો દાવો કર્યો હતો.