MS યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના બંધ ક્લાસરુમમાં યુગલનો કિસિંગ વીડિયો વાયરલ, સંસ્કારનગરીના શિક્ષણધામમાં પ્રણયફાગ
કેમ્પસમાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડ અને સિક્યુરિટી સ્ટાફ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, તેવા પ્રશ્નો પણ ઉઠાવાય રહ્યા છે. હાલમાં આ વીડિયો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ અને દોષિત વિદ્યાર્થીઓ સામે શું કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
સંસ્કાર નગરી વડોદરાની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટી ફરી એકવાર શિસ્ત અને સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાને કાણે વિવાદોના વમળમાં ફસાય છે. આ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એક ખાલી ક્લાસરુમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો રોમાન્સ કરતો અને એકબીજાને આલિંગનબદ્ધ થઈને ચુંબન કરતો સનસનાટીભર્યો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે આખા એમએસ યુનિવર્સિટીના કેમ્પસ સહીતના શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, આર્ટ્સ ફેકલ્ટીના કથિત ખાલી ક્લાસરુમનો લાભ ઉઠાવીને આ પ્રેમી પંખીડાઓએ તમામ મર્યાદાઓને નેવે મૂકીને આને કામક્રીડાનો કક્ષ બનાવી દીધો હતો. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની અંગત પળોનો વીડિયો કોઈએ કેમેરામાં કંડારી લીધો હતો. જે હવે સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટી રાખતી યુનિવર્સિટીમાં આવી શરમજનક ઘટના વહીવટી તંત્રની પોલ પણ ખોલી નાખનારો છે.
એમએસ યુનિવર્સિટીમાં આવી નિર્લજ્જ ઘટના કોઈ નવી નથી. અગાઉ ઓક્ટોબર, 2025માં પણ આ જ ફેકલ્ટીમાં આ પ્રકારનો વાંધાજનક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો. તે સમયે તંત્રએ કડક પગલાં લેવાની મોટી-મોટી વાતો કરી હતી, પરંતુ આ ઘટના સાબિત કરે છે કે સુરક્ષાના નામે માત્ર મીંડું છે.
ટૂંકાગાળામાં જ બીજીવાર આવી શરમજનક ઘટના સામે આવતા સામાન્ય વિદ્યાર્થીઓ અને પોતાના સંતાનોને ભણવા માટે મોકલાત વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ છે. કેમ્પસમાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડ અને સિક્યુરિટી સ્ટાફ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, તેવા પ્રશ્નો પણ ઉઠાવાય રહ્યા છે. હાલમાં આ વીડિયો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ અને દોષિત વિદ્યાર્થીઓ સામે શું કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.