રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના ભારત પ્રવાસ પહેલા નોઈડામાં ઉતર્યા રશિયન સેનાના 3 વિમાનો, સર્જાયો નવો ઈતિહાસ
ત્રણેય સૈન્ય વિમાન મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે એરપોર્ટ રનવે પર ઉતર્યા. જેમાં રશિયાના મિલિટ્રી ટ્રાન્સપોર્ટ વિમાન આઈએલ -76નો પણ સમાવેશ થતો હતો. આ વિમાનોમાં રશિયાની સેનાની એડવાન્સ્ડ ટીમ અને સૈન્ય અધિકારી ભારત આવ્યા છે
ઉત્તરપ્રદેશના નોઈડા એરપોર્ટ પર પહેલીવાર રશિયાની સેનાના ત્રણ સૈન્ય વિમાનો ઉતર્યા છે. નવા એરપોર્ટ પર કોઈપણ વિદેશી વિમાનનું આ પહેલું લેન્ડિંગ છે. આ વિમાનોના લેન્ડિંગને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ અને બ્રિક્સ સંમેલનની તૈયારીઓ સાથે સાંકળીને જોવાઈ રહ્યું છે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપ્રમુખ પુતિનનું વિમાન પણ નોઈડા એરપોર્ટ પર ઉતરે તેવી શક્યતા છે. એરપોર્ટ પ્રબંધન આની તૈયારીઓમાં લાગેલું છે.
ત્રણેય સૈન્ય વિમાન મંગળવારે સવારે લગભગ 5.30 વાગ્યે એરપોર્ટ રનવે પર ઉતર્યા. જેમાં રશિયાના મિલિટ્રી ટ્રાન્સપોર્ટ વિમાન આઈએલ -76નો પણ સમાવેશ થતો હતો. આ વિમાનોમાં રશિયાની સેનાની એડવાન્સ્ડ ટીમ અને સૈન્ય અધિકારી ભારત આવ્યા છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની યજમાનીમાં યોજાઈ રહેલી BRICS (બ્રિક્સ) શિખર સંમેલનમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ માટે ભારત આવી રહ્યા છે. આ પ્રવાસ પહેલા રશિયાની આ સૈન્ય ગતિવિધિઓએ વૈશ્વિક અને વ્યૂહાત્મક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે, જે ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સંબંધોની સાક્ષી પૂરે છે.
બુધવારે પણ ત્રણેય વિમાનો એરપોર્ટના રનવે પર આખો દિવસ ઉભા રહ્યા હતા. આના પહેલા વિદેશીસૈન્ય વિમાનોનું લેન્ડિંગ મોટા ભાગે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થતું હતું. એરપોર્ટના સુરક્ષા અધિકારી અને રશિયાની ટીમો વિમાનનું નિરીક્ષણ કરી રહી છે અને સુરક્ષા જોઈ રહી છે.
18મું બ્રિક્સ શિખર સંમેલન નવી દિલ્હીના ભારત મંડપમમાં 12 અને 13 સપ્ટેમ્બરે આયોજીત થવાનું છે. તેમાં ઘણાં દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ થશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પણ આમા સામેલ થશે. સૈન્ય વિમાનોનું લેન્ડિંગ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ સાથે જોડાયેલું છે. એરપોર્ટ પર તેના ઉતર્યા બાદ રાષ્ટ્રપ્રમુખના વિમાનના ઉતરવાની સંભાવના વધી ગઈ છે.
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન 28 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એરપોર્ટથી કમર્શિયલ ફ્લાઈટ્સ 15 જૂનથી શરૂ થઈ ચુકી છે. આના પહેલા ઉડાણ નોઈડાથી લખનૌની હતી. શરૂઆત દૈનિક 12 ફ્લાઈટ્સથી થઈ હતી અને હવે 30થી 35 ફ્લાઈટ્સ પ્રતિદિવસની થઈ ચુકી છે. અહીંથી હાલ ડોમેસ્ટિક ફ્લાઈ્ટ્સ સંચાલિત થાય છે. આંતરરાષ્ટ્રીય ઉડાણો હજી શરૂ થઈ નથી. જલદી તેના શરૂ થવાની સંભાવના છે.