"તું 22મો શિકાર!": 3 હેવાનોએ બિહારના ઔરંગાબાદમાં 7મા ધોરણની છાત્રાનો કર્યો ગેંગરેપ
પીડિતાનો આરોપ છે કે તેની સાથે મારપીટ અને યૌન હિંસા કરવામાં આવી. જ્યારે પીડિતાએ આરોપીઓને તેની હત્યાનો કારસો બનાવતા સાંભળ્યા તો તેણે તેને બક્ષવા માટે આજીજી કરી.
બિહારના ઔરંગાબાદ જિલ્લામાં ત્રણ છોકરાઓએ સાતમા ધોરણમાં ભણતી સગીર વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કર્યો. સોમવારે પીડિતા પોતાના માતાપિતા સાથે કુટુંબા પોલીસ સ્ટેશન ગઈ અને આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરાવી હતી. પોલીસે મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણમાંથી બે આરોપીને એરેસ્ટ કરવામાં સફળતા મેળવી છે.
ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. પીડિતાને સારવાર માટે ઔરંગાબાદની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતા ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. તેના પિતા મજૂરી કામ કરે છે. જાણકારી મુજબ, ઘટનાના દિવસે પિતા મજૂરી માટે ગયા હતા. માતા નાના ભાઈને હોસ્પિટલ લઈ ગઈ હતી. પીડિતા પણ એકલી હોસ્પિટલ જઈ રહી હતી.
પીડિતા મુજબ, તે ઘરેથી હોસ્પિટલ પગપાળા જઈ રહી હતી. જ્યારે તે ગામથી લગભગ 1 કિલોમીટર દૂર પહોંચી હશે, ત્યારે પાછળથી એક કાર આવી. તેમાં ત્રણ છોકરા બેઠા હતા. આરોપીઓએ કાર રોકીને ક્યાં જઈ રહી છે, તેની પૂછપરછ કરી. પીડિતાએ તેની તબિયત સારી નહીં હોવાનું જણાવ્યું. મા પહેલે જ બીમાર ભાઈને લઈને કુટુંબા હોસ્પિટલમાં છે. તે પણ ઈલાજ માટે કુટુંબા હોસ્પિટલ જઈ રહી હોવાનું તેણે જણાવ્યું.
આરોપ છે કે આ દરમિયાન આરોપીઓએ તેને બળજબરીથી કારમાં બેસાડી અને તેનું મોંઢુ દબાવી દીધું. જેથી તે બૂમાબૂમ કરી શકે નહીં. તેનો ફોન છીનવી લીધો. પીડિતા સતત બૂમરાણ કરતી રહી અને આોપીઓને તેને છોડવાની ગુહાર લગાવતી રહી. પરંતુ આરોપીઓને દયા આવી નહીં. પીડિતાએ પોલીસને આખો ઘટનાક્રમ અને ઘટનાસ્થળ જણાવ્યું.
પોલીસ મુજબ, આરોપી પીડિતાને અંબા બજારથી એનએચ 139 થઈને શંકરપુર આરઓબી પાસે ધાવા ગામ જનારા માર્ગ સુધી લઈ ગયા. જ્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. પીડિતાનો આરોપ છે કે તેની સાથે મારપીટ અને યૌન હિંસા કરવામાં આવી. જ્યારે પીડિતાએ આરોપીઓને તેની હત્યાનો કારસો બનાવતા સાંભળ્યા તો તેણે તેને બક્ષવા માટે આજીજી કરી.
પીડિતાએ આરોપીઓને ત્યાં સુધી કહ્યું કે તે જ્યાં તેને બોલાવશે તે આવી જશે. તેના પછી આરોપીઓ તેને કારથી તેના ઘરથી લગભગ દોઢ કિલોમીટર દૂર મૂકીને ફરાર થયા. આરોપીઓએ પીડિતાને તેનો ફોન પાછો આપ્યો. તેના પછી પીડિતાએ પોતાના દાદા-દાદીને કૉલ કર્યો. પછી ઘરે પહોંચીને પોતાની આપવીતી સંભળાવી હતી. સોમવારે પીડિતાએ માતાપિતા સાથે કુટુંબા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી.
પીડિતાના પરિવારજનોએ એક ઓડિયો પણ પોલીસને સોંપ્યો છે. જેમાં દાવો કરાયો છે કે આ ઓડિયો કારમાં પીડિતાના ફોનમાંથી રેકોર્ડ થયો છે, જેમાં મોટા અવાજે ભોજપુરી ગીત સંભળાય રહ્યા છે. ઓડિયોમાં સંભળાય છે કે એક આરોપી 21 છોકરીઓને પોતાનો શિકાર બનાવવાની વાત કહે છે. ઔરંગાબાદના એસપી ઉપેન્દ્રનાથ વર્માના નિર્દેશ પર એસઆઈટી ટીમ રચવામાં આવી છે. બે આરોપીઓને તેમના ગામમાંથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્રીજાની તલાશમાં દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે.