રાહુલ ગાંધીને વિદ્યાર્થિનીએ કરી Kiss! જુઓ-Video
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ કેશવ ઉપાધ્યાયે આ કાર્યક્રમને રાજકીય ડ્રામા ગણાવીને કહ્યુ કે રાહુલ ગાંધીએ છાત્રોના વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરવાના સ્થાને માત્ર ભાષણબાજી કરી. તેમણે આરોપ લગાવ્યો કે ભીડ એકઠી કરવા માટે કોલેજની બસોથી લોકોને લાવવામાં આવ્યા હતા
મહારાષ્ટ્રના પુણેમાં આયોજીત છાત્રો કી ગુંજ - સંવાદ કાર્યક્રમમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે. મંચ પર વિદ્યાર્થિનીઓ સાથે ફોટો અને સેલ્ફી લેતી વખતે એક યુવા વિદ્યાર્થિનીએ અચાનક રાહુલ ગાંધીના ગાલ પર ચુંબન કર્યું. તેના પછી રાહુલ ગાંધીએ સ્મિત કરતા વિદ્યાર્થિની સાથે થોડીક વાર વાતચીત કરી અને પોતાના સુરક્ષાકર્મીઓ સાથે આગળ વધી ગયા.
પુણેના એસએસપીએમએસ મેદાનમાં આયોજીત આ સંવાદ કાર્યક્રમનું મુખ્ય ધ્યાન છાત્રાઓ, મહિલા સુરક્ષા, સમાનતા અને શિક્ષણ પર કેન્દ્રીત હતું. રાહુલ ગાંધીએ મહિલાઓથી પિતૃસત્તાત્મક વિચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને બી લાઉડ, બી પ્રાઉડ-ના મંત્ર અપનાવતા સમાજમાં પોતાનો હક પ્રાપ્ત કરવાની અપીલ કરી.
તેમણે કહ્યુ કે મહિલાઓને કોઈને આધીન અથવા કોઈ સંપત્તિ માનવાવાળી માનસિકતાને સમાપ્ત કરવી જરૂરી છે. મહિલાની ઓળખ ખુદ તેની પોતાની હોય છે.
આ આયોજન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરું વાકયુદ્ધ છેડાયું છે.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ કેશવ ઉપાધ્યાયે આ કાર્યક્રમને રાજકીય ડ્રામા ગણાવીને કહ્યુ કે રાહુલ ગાંધીએ છાત્રોના વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરવાના સ્થાને માત્ર ભાષણબાજી કરી. તેમણે આરોપ લગાવ્યો કે ભીડ એકઠી કરવા માટે કોલેજની બસોથી લોકોને લાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ સચિન સાંવતે પલટવાર કરતા કહ્યુ કે કાર્યક્રમને મળેલા અબૂતપૂર્વ જનસમર્થન અને ઉત્સાહથી સત્તાધારી ગઠબંધન ગભરાય ગયું છે. તેમણે કહ્યુ કે રાજ્ય પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો છતાં યુવાઓની ભાગીદારી ઐતિહાસિક રહી.
નાગપુરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસની જેન-ઝી સાથેની વાતચીતમાં નિશાન સાધતા ભાસાવંતે કહ્યુ કે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળા સત્તારુઢ ગઠબંધને યુવાઓ માટે સંભાવનાઓને વ્યવસ્થિતપણે નબળી કરી છે.
કોંગ્રેસના નેતાએ કહ્યુ કે કદાચ મુખ્યમંત્રી તેમને મનુસ્મૃતિના મહત્ત્વ બાબતે જણાવશે, કે પિતૃસત્તાત્મક વ્યવસ્થા સારી છે અને એ કે આરએસએસ અને વીએચપી નક્કી કરશે કે મહિલાઓએ શું પહેરવું જોઈએ, શું કહેવું જોઈએ અને કેવો વ્યવહાર કરવો જોઈએ. તેમણે આગળ કહ્યુ કે માત્ર યુવા આઈકન હોવાનો દાવો કરવાથી જ કોઈ યુવા આઈકન બની જતું નથી.