"અલ્લાહએ કહ્યુ, એટલે હુમલો કર્યો": પેરિસમાં 3 મહિલાઓ પર ચાકૂથી હુમલો-જુઓ Video
ફ્રેન્ચ મીડિયા પ્રમાણે, ઘાયલ થનારી મહિલઓમાંથી એક ગર્ભવતી હતી. લૉરેન્ટ નુનેજે કહ્યુ કે ત્રણમાંથી બે મહિલાઓની હાલત ગંભીર છે. તેમની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી. આરોપીની ઓળખ પણ હજી સુધી સામે આવી નથી. તેણે દાવો કર્યો છે કે અલ્લાહે તેને આ ગુનો કરવાનો આદેશ આપ્યો હતો.
ફ્રાંસની રાજધાની પેરિસમાં એક વ્યક્તિની ત્રણ મહિલાઓ પર ચાકૂથી હુમલો કરવાના મામલે એરેસ્ટ કરવામાં આવ્યો છે. આ હુમલાની ઘટના બની ત્યારે પેરિસમાં ઘટનાસ્થળે રહેલા લોકોએ તેને ઝડપી લીધો હતો. ત્યાં ઓફ-ડ્યૂટી પર રહેલા એક પોલીસ અધિકારીએ તેને કસ્ટડીમાં લીધો હતો.
ફ્રાંસના ગૃહ મંત્રી લૉરેન્ટ નુનેજે આની જાણકારી આપી છે. આ ઘટના પોર્ત ધ ક્લિશી વિસ્તારની નજીક બની, જ્યાં હુમલાખોરે કિચનમાં ઉપયોગમાં લેવાતા બે ચાકૂઓથી 19 વર્ષ, 24 વર્ષ અને 36 વર્ષની ત્રણ મહિલાઓને નિશાન બનાવી હતી.
ફ્રેન્ચ મીડિયા પ્રમાણે, ઘાયલ થનારી મહિલઓમાંથી એક ગર્ભવતી હતી. લૉરેન્ટ નુનેજે કહ્યુ કે ત્રણમાંથી બે મહિલાઓની હાલત ગંભીર છે. તેમની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી. આરોપીની ઓળખ પણ હજી સુધી સામે આવી નથી. તેણે દાવો કર્યો છે કે અલ્લાહે તેને આ ગુનો કરવાનો આદેશ આપ્યો હતો.
આ ઘટનાનો એક વીડિયો સ્નેપચેટ પર સામે આવ્યો, તેના પછી ન્યૂઝ એજન્સી રૉયટર્સે પુષ્ટિ કરી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આરોપીએ પેરિસની સડક પર અચાનક ચાકૂથી હુમલા શરૂ કર્યા હતા.
વીડિયોમાં એક લાંબા કાળાવાળવાળો વ્યક્તિ ક્રીમ રંગના ટ્રેક સૂટમાં દેખાઈ રહ્યો છે. તેના બંને હાથમાં મોટા-મોટા બે ચાકૂ છે અને તે એક યુવતી પર હુમલો કરવા અને તેને ચાકૂ મારવાની કોશિશ કરે છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે તે યુવતી ઘાયલ થઈ હતી કે નહીં.
વીડિયોના બીજા ભાગમાં તે વ્યક્તિ જમીન પર પડેલો જોવા મળે છે. ત્યાં રહેલા લોકો તેને કાબુમાં લઈ રહ્યા છે અને બંને ચાકૂ સડક પર પડેલા દેખાઈ રહ્યા છે. જમીન પર પડેલો હુમલા ખોર એમ કહેતો દેખાઈ રહ્યો છે કે અલ્લાહે મને આવું કરવાનો આદેશ આપ્યો.
26 વર્ષના મોહમ્મદ અલી બુહાદજારે આ ઘટનાનો વીડિયો બનાવીને સ્નેપચેટ પર મૂક્યો. તેમમે રોયટર્સને જણાવ્યુ કે જ્યારે મેં તેને એક મહિલાની પીઠમાં ચાકૂ મારતા જોયો, તો મેં બૂમ મારી કે અરે આને રોકીએ છીએ. તેના પછી ઘણાં લોકો તેની પાછળ દોડયા. તેમણે આગળ કહ્યુ કે એક વ્યક્તિએ તેના પર સૂટકેસ ફેંકી. તેના હાથમાંથી ચાકૂ પડી ગયું. તે સમયે મેં તેને પકડી લીધો, તેને પગથી પાડી દીધો અને અમે સૌએ મળીને તેને જમીન પર દબોચી લીધો.
લૉરેન્ટ નુનેજે કહ્યુ છે કે બાદમાં ત્યાં રહેલા એક ઑફ ડ્યૂટી પોલીસ અધિકારીએ તેને કસ્ટડીમાં લીધો. તેમણે કહ્યુ કે હું તે અધિકારીને સલામ કરું છું. તેમણે ઘણી બહાદૂરી દેખાડી.
લૉરેન્ટ નુનેજે કહ્યુ કે હુમલાનું કારણ હજી સામે આવી શક્યું નથી. તેમણે એ પણ જણાવ્યુ કે પોલીસ હાલ આરોપીની ઓળખની પુષ્ટિ કરી શકી નથી. ધરપકડ દરમિયાન તે જે વાતો કહી રહ્યો હતો, તે બિલ્કુલ ગુંચવાડાવાળી અને સમજની બહાર હતી. ફ્રાંસના રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કાર્યાલયે કહ્યું છે કે તે આ મામલાની તપાસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે.