બ્રિક્સ સમિટ પહેલા PM મોદી-પુતિનની બેઠક, મહાકાવ્ય તિરુક્કુરલ આપી સમજાવ્યો જીવનનો સાર
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને આ અણમોલ તમિલ વારસો સોંપતા જણાવ્યું કે આ તમિલ સંત તિરુવલ્લુરની 2000 વર્ષ પહેલા લખાયેલી કૃતિ છે, જે માનવજીવનના મૂલ્યો અને તેની સાથે જોડાયેલી વિશેષતાઓ પર આધારીત છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ શિખર સંમેલનમાં ટોચના નેતાઓની બેઠક પહેલા આમા ભાગ લેવા આવેલા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને તમિલ મહાકાવ્ય તિરુક્કુરલ ભેંટ આપ્યું છે. આ પુસ્તક સંત તિરુવલ્લુરવરે તમિલમાં લખ્યું છે અને પુતિનને આનું રશિયન સંસ્કરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેંટ આપ્યું છે.
બ્રિક્સ શિખર સંમેલન માટે ભારત આવેલા રશિયાના પ્રેસિડેન્ટ પુતિન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત માટે ભારત મંડપમ પહોંચ્યા તો પીએમએ તેમને પ્રાચીન તમિલ ગ્રંથ તિરુક્કુરલનો રશિયન અનુવાદ આપ્યો હતો.
તિરુક્કુરલ ક્યું પુસ્તક છે?
તિરુક્કુરલ તમિલ સંત, કવિ અને દાર્શનિક તિરુવલ્લુરે લખી છે. લગભગ 2000 વર્ષ જૂના આ તમિલ પુસ્તકનો રશિયનમાં અનુવાદ નાયરા મકર્ચયને કર્યો છે.
આ પ્રાચીન ગ્રંથને સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલે પ્રકાશિત કર્યો છે.
આ પુસ્તકમાં મૂળ તમિલ પાઠના છંદોનો રશિયન અનુવાદ છે, જેની 2026ની એડિશન પુતિનને ભેંટ સ્વરૂપે આપવામાં આવી છે.
પુતિનને ભણાવ્યો તિરુક્કુરલનો પાઠ
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને આ અણમોલ તમિલ વારસો સોંપતા જણાવ્યું કે આ તમિલ સંત તિરુવલ્લુરની 2000 વર્ષ પહેલા લખાયેલી કૃતિ છે, જે માનવજીવનના મૂલ્યો અને તેની સાથે જોડાયેલી વિશેષતાઓ પર આધારીત છે. તમારા માટે વિશેષપપણે આનો રશિયન અનુવાદ કરાવ્યો છે. મને પુરો વિશ્વાસ છે કે આ પુસ્તક પરસ્પર જન-સંપર્ક વધારવા અને આપણા દેશના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરશે.
તિરુક્કુરલનું ઐતિહાસિક મહત્ત્વ
તિરુક્કુરલને તમિલની સૌથી સમ્માનિત રચનાઓમાં ગણવામાં આવે છે.
તિરુક્કુરલમાં કૂલ 1330 દોહા છે.
આ દોહા જીવનના સારને સંચિત કરે છે.
તેમાં નૈતિકતા, સદાચાર, શાસન-વ્યવસ્થા, પ્રેમ, જીવન અને તેની સાથે તેમાં જોડાયેલા આચરણ સાથે સંબંધિત વાતો સામેલ છે.