અભિનંદન વર્ધમાને IAF કેમ છોડી? નાણાં કે કોઈ અન્ય કારણ...
પીટીઆઈ ભાષાએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન હવે પ્રાદેશિક એરલાઈન એફએલવાઈ-91 સાથે પાયલટ તરીકે જોડાયા છે
ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો હતા. જો કે તે હવે ભારતીય વાયુસેનાને અલવિદા કહી ચુક્યા છે. ખબર છે કે તેઓ હવે ગોવાની એક એરલાઈન્સ કંપનીમાં જોબ શરૂ કરી ચુક્યા છે. જો કે અત્યાર સુધી આ નિર્ણયના કારણો સ્પષ્ટ થાય નથી. તેની સાથે જ તેમણે પણ સત્તાવાર રીતે વાયુસેના છોડવાને લઈને કંઈ કહ્યું નથી.
પીટીઆઈ ભાષાએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન હવે પ્રાદેશિક એરલાઈન એફએલવાઈ-91 સાથે પાયલટ તરીકે જોડાયા છે. સૂત્રો મુજબ, વીરચક્રથી સમ્માનિત વર્ધમાન ઓગસ્ટમાં ગોવા ખાતે એરલાઈનમાં પાયલોટ તરીકે જોડાયા છે.
FLY-91ના પ્રવક્તાએ આ સંદર્ભે ટીપ્પણી કરવાનો ઈન્કાર કરતા કહ્યુ છે કે કર્મચારીઓની વ્યક્તિગત જાણકારી અંગત મામલો છે. એરલાઈનમાં વર્ધમાનની ભૂમિકા બાબતે અન્ય વિવરણ તાત્કાલિક ઉપલબ્ધ થઈ શક્યા નથી. ગોવા ખાતે એફએલવાય-91એ માર્ચ, 2024માં સંચાલન શરૂ કર્યું હતું. તેના બેડામાં હાલ 6 એટીઆર 72-600 વિમાન છે. તેના બે સંચાલન કેન્દ્ર ગોવા અને હૈદરાબાદમાં છે.
ધ ટ્રિ્બ્યૂનના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે ડિસેમ્બર, 2021માં વર્ધમાનને પ્રમોશન મળ્યું હતું અને હવે તેમણે રિટાયરમેન્ટ લઈ લીધું છે. સૂત્રો મુજબ, આ વાત ઘણાં આઈએએફ પાયલોટના મામલામાં સ્વાભાવિક વાત છે, કારણ કે સીનિયર રેન્ક મળ્યા બાદ ઉડાણ સાથે જોડાયેલી ડ્યૂટી ઘટી જાય છે અને પ્રશાસનિક જવાબદારીઓ વધી જાય છે.
14 ફેબ્રુઆરી, 2019ના પુલવામા એટેકની ઘટના બાદ ભારતે 26 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના એક મુખ્ય તાલીમ કેન્દ્ર પર સટીક હવાઈ હુમલા કર્યા હતા. આતંકી હુમલા સંબંધિત વિશ્વસનીય ગુપ્ત જાણકારીના આધારે આ અભિયાનમાં આતંકી માળખા અને પ્રશિક્ષણ શિબિરોને નિશાન બનાવી હતી અને નાગરિકોને કોઈ નુકશાન પહોંચાડયું ન હતું.
2019માં ભારતે પુલવામાના શહીદોનો બદલો લેવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે આકાશમાં મિગ-21 બાઈસનમાં સવાર તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન વર્દમાને પાકિસ્તાની એફ-16 ફાઈટર જેટને તબાહ કર્યું. આ કાર્યવાહીમાં વિંગ કમાન્ડર અભિનંદનનું ફાઈટર જેટ પણ નિશાન બન્યું હતું અને તેથી તેઓ પાકિસ્તાની ક્ષેત્રમાં પહોંચી ગયા હતા.
પાકિસ્તાની સેનાએ તેમને કેદ કરી લીધા હતા અને તેમના ચ્હા પીવા સહીતના ઘણાં વીડિયો પણ સામે આવ્યા હતા. જો કે તેમને વધારે દિવસો સુધી કેદ કરી શકાયા ન હતા અને તે માત્ર 60 કલાક બાદ જ ભારત પાચા ફર્યા હતા. બાદમાં સરકારે તેમને સમ્માનિત કર્યા હતા. 2019માં તેઓ વિંગ કમાન્ડરના પદ પર તેનાત હતા.