શીખ ધર્મમાં યોગને કોઈ સ્થાન નથી, અકાલ તખ્તનું ગુરુદ્વારામાં યોગ નહીં કરવા ફરમાન
જત્થેદાર ગરગજે શીખ સમુદાય અને ગુરુદ્વારા પ્રબંદન કમિટીઓને અપીલ કરી છે કે ગુરુદ્વારા પરિસરમાં યોગ કાર્યક્રમને બિલ્કુલ મંજૂરી આપે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં ગુરુ ગ્રંથ સાહિબ વિરાજમાન છે, ત્યાં સંપૂર્ણ ધ્યાન માત્ર ગુરુબાની અને શીખ ધાર્મિક પ્રથાઓ પર જ રાખવું જોઈએ. ગુરુના સિદ્ધાંતોમાં ગુરુદ્વારાની અંદર યોગને મંજૂરી નથી.
અકાલ તખ્તના કાર્યવાહક જત્થેધાર કુલદીપસિંહ ગરગજે એક મહત્ત્વનું નિવેદન આપતા કહ્યુ છે કે તેઓ લંગર અને દીવાન હૉલ સહીત ગુરુદ્વારા પરિસરની અંદર યોગ સત્ર આયોજિત કરવાની મંજૂરી આપે નહીં.
મંજી સાહિબ દીવાન હોલમાં સવારની સભાને સંબોધિત કરતા જત્થેદાર ગરગજે આ વાત કહી છે. તેમણે કહ્યુ છે કે તાજેતરમાં કેટલાક શીખ યુવાઓએ તેમનો સંપર્ક કરીને આ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક ગુરુદ્વારાઓમાં યોગ સત્ર આયોજીત કરાઈ રહ્યા છે, જ્યાં લોકો વિવિધ આસનો અને બ્રિધિંગ એક્સસાઈઝ કરી રહ્યા છે.
ટ્રિબ્યૂનના અહેવાલ મુજબ, શીખ દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરતા જત્થેદારે ઘણી મહત્ત્વની વાત જણાવી છે. તેમણે કહ્યુ છે કે યોગનો શાબ્દિક અર્થ ભગવાન સાથે જોડાવાનું છે. પરંતુ આઝના સમયમાં જે સામાન્ય રીતે કરવામાં આવે છે તે માત્ર શારીરિક વ્યાયામ છે. જો કોઈ ઘરે વ્યાયામ કરવા ચાહે છે, તો તેમાં કોઈને કોઈ વાંધો નથી. પરંતુ ગુરુદ્વારાઓની અંદર યોગ સત્ર આયોજીત કરવું અને લંગર અથવા દીવાન હોલમાં લોકોને શારીરિક આસન કરાવવા શીખ સિદ્ધાંતોની બિલ્કુલ પણ અનુરૂપ નથી.
જત્થેદારે આ વાત પર ભાર મૂક્યો છે કે ગુરુઓએ ગુરુદ્વારાઓની સ્થાપના એટલા માટે કરી હતી જેથી શ્રદ્ધાળુ ગુરુબાની અને શબ્દ ની સાથે જોડાય શકે. એક શીખ માટે ગુરબાનીથી વધીને કંઈ નથી. તેમણે કહ્યુ કે ગુરુબાનીમાં ડૂબવાના સ્થાને ભોળા-ભોળા લોકો ગુરુદ્વારાની અંદર યોગ પ્રથાઓની તરફ આકર્ષિત થઈ રહ્યા છે. એક ગુરુદ્વારા ભક્તોને પરમાત્માના શબ્દની સાથે જોડવા માટે હો છે, ન કે યોગનું સ્થાન બનાવવા માટે.
શીખ ધર્મની મીરી-પીરી અવધારણાનો ઉલ્લેક કરતા જ્ઞાની ગરગજે કહ્યુ કે ગુરુએ શીખોને લૌકિક અને આધ્યાત્મિક જવાબદારીનો સિદ્ધાંત આપ્યો હતો. જેમાં બે તલવારો પહેરીને દર્શાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ છે કે શીખોને શસ્ત્ર વિદ્યા પણ શીખવાડવામાં આવી હતી. ગુરુદ્વારાઓની અંદર યોગાભ્યાસ કરવા માટે આ શિક્ષાઓનો ત્યાગવી સીધું મનમત (ગુરુના ઉપદેશથી વિપરીત આચરણ) ના સમાન છે.
આખરમાં જત્થેદાર ગરગજે શીખ સમુદાય અને ગુરુદ્વારા પ્રબંદન કમિટીઓને અપીલ કરી છે કે ગુરુદ્વારા પરિસરમાં યોગ કાર્યક્રમને બિલ્કુલ મંજૂરી આપે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં ગુરુ ગ્રંથ સાહિબ વિરાજમાન છે, ત્યાં સંપૂર્ણ ધ્યાન માત્ર ગુરુબાની અને શીખ ધાર્મિક પ્રથાઓ પર જ રાખવું જોઈએ. ગુરુના સિદ્ધાંતોમાં ગુરુદ્વારાની અંદર યોગને મંજૂરી નથી.