72 વર્ષમાં પહેલીવાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ગુજરાતમાં, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે પુરસ્કાર વિતરણ થશે
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની પોતાના 72 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર દિલ્હીથી બહાર ગુજરાતના કેવડિયામાં થશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 22 સપ્ટેમ્બરે પુરસ્કાર આપશે
થોડા દિવસો પહેલા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ ફિલ્મોથી લઈને એક્ટર્સ અને ઘણી કેટેગરીના એવોર્ડ્સ જાહેર થયા હતા. હવે 22 સપ્ટેમ્બરે આ તમામ એવોર્ડ્સ ગુજરાતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા એનાયત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું છે કે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની પોતાના 72 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર દિલ્હીથી બહાર ગુજરાતના કેવડિયામાં થશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 22 સપ્ટેમ્બરે પુરસ્કાર આપશે. કેવડિયા, જેનું નામ બદલીને એકતા નગર કરવામાં આવ્યું છે, ત્યાં દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્થાપિત છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નામની આ પ્રતિમા 597 ફૂટ ઊંચી છે અને તેનું ઉદ્ઘાટન 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 1954માં પહેલો નેશનલ એવોર્ડ સમારંભ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કરવામાં આવ્યો હતો. જ્યાં ત્યારથી મોટાભાગે પુરસ્કાર સમારંભ આયોજીત થતો રહ્યો છે. જુલાઈમાં ઘોષિત આ પુરસ્કારોનું 72મું સંસ્કરણ આ પરંપરાથી અલગ છે.
આર્ટિકલ 370ને બેસ્ટ ફીચર ફિલ્મ અને તેની લીડ એક્ટ્રેસ યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળશે. મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યનને બ્રહ્મયુગમ અને ચંદૂ ચેમ્પિયનમાં તેમની ભૂમિકાઓ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે. અભિનેતા-નિર્માતા રણદીપ હુડ્ડાને વિનાયક દામોદર સાવરકરની બાયોપિક સ્વાતંત્ર્ય વીર સાવરકર માટે બેસ્ટ ડેબ્યૂ પુરસ્કાર આપવામાં આવશે.
તેલુગૂ સાઈન્સ ફિક્શન ફિલ્મ કલ્કી- 2898 ADને શ્રેષ્ઠ મનોરંજન આપનારી સૌથી લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળશે. જ્યારે અરુણ મથેશ્વરનની ડાયરેક્ટ કરાયેલી અને ધનુષના લીડ રોલવાળી તમિલ ફિલ્મ કેપ્ટન મિલરને રાષ્ટ્રીય, સામાજીક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપનારી સૌથી સારી ફીચર ફીલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.