રિજિજૂએ કટોકટી યાદ કરાવી, અખિલેશે કહ્યુ-ત્યારેય પરિવર્તન થયું હતું, હવે પણ થશે
અખિલેશ યાદવે કહ્યુ કે જે લોકો (રામમંદિરનું) દાન બચાવી શક્યા નથી, તે લોકો પેપર લીક કેવી રીતે બચાવી શખશે. ભગવાનના દરબારમાંથી દાન ગાયબ થઈ ગયું. લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. 20 પરીક્ષાઓ લીક થઈ છે. કોર્ટ જવું પડયું. તેના પછી પરીક્ષાઓ રદ્દ થઈ. યુપી ટીઈટીનું એક નહીં ત્રણવાર પેપર લીક થયું.
એન્ટી પેપર લીક બિલ પર સંસદમાં ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રની મોદી સરકારને નિશાને લીધી છે. તેમણે લોકસભામાં ચર્ચાની શરૂઆત કરતા કહ્યુ કે આંદોલનને દૂરથી જોઈ રહ્યો હતો. આ આંદોલનમાં જીતની બાદ એક સૂત્ર લાગ્યું, સરકારની વિરુદ્ધ સૂત્ર લાગ્યું કે સરકારનો અહંકાર હતો કે સરકાર ઝુકતી નથી. નવી પેઢીએ સૂત્ર આપ્યું કે સરકાર પણ ઝુકે છે, ઝુકાવવાવાળો જોઈએ. સરકાર ઝુકી. સરકાર દરેક વિષય પર સ્વીકાર કર્યું, પરંતુ ગૃહમાં એ વિષયો કેમ રાખવામાં આવ્યા નથી જે સંમતિ બની છે. જ્યારે મંત્રીજી પાછા ફર્યા કે જે મંત્રી રહ્યા નથી, તેમના સ્વાગતથી કોઈ ફરિયાદ નથી. કેટલી રાહત મળી હશે કે એક પ્રધાનજીને હટાવીને પ્રધાનમંત્રી બચાવી લીદા તમે. આ સરકાર ઘણાં વર્ષોથી નકારાત્મક રાજનીતિ કરતી હતી. કેટલા હજાર કરોડ નકારાત્મક પ્રચાર માટે ખર્ચ્યા. યુવા પેઢીને અભિનંદન આપું છું કે યુવાઓએ ઝુકાવી દીધા.
રામમંદિર દાનચોરીનો મામલો ઉઠાવ્યો
અખિલેશ યાદવે ક્હયુ કે જો આપણે માનીએ કે 20 લાખ બાળકોએ પરીક્ષા આપી હતી. જો આ માનીએ કે એક પરિવારમાં 5 લોકો છે, તો એક કરોડ લોકો થાય છે. આ રાજકીય લોકો છે. આંદોલન કરે છે, તો દેખાય છે કે કેટલી તૈયારી કરવી પડે છે. પહેલા આંદોલન જોવો, જેમાં બાળકોએ માતાપિતાને કહ્યુ કે જાઓ, આંદોલન કરો. જો આ ખોટી વાત છે, તો ગૃહ મંત્રીને લાવો. તે બધું સ્પષ્ટ કરી દે છે. જે લોકો (રામમંદિરનું) દાન બચાવી શક્યા નથી, તે લોકો પેપર લીક કેવી રીતે બચાવી શખશે. ભગવાનના દરબારમાંથી દાન ગાયબ થઈ ગયું. લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. 20 પરીક્ષાઓ લીક થઈ છે. કોર્ટ જવું પડયું. તેના પછી પરીક્ષાઓ રદ્દ થઈ. યુપી ટીઈટીનું એક નહીં ત્રણવાર પેપર લીક થયું.
અખિલેશ યાદવે પેપરલીકની ઘટનાનો તબક્કાવાર ઉલ્લેખ કરીને કહ્યુ કે જ્યાંથી પ્રધાનમંત્રી ચૂંટાઈને આવ્યા છે, તે યુપીમાં પણ પેપરલીક થઈ રહ્યું છે. અમને આઉટસોર્સિંગથી ડર લાગે છે, ક્યાંક એવું ન થાય કે આખી સરકાર આઉટસોર્સ થઈ જાય. આ એકાઉન્ટિબિલિટી છે તમારી કે સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થાને આઉટસોર્સ કરી છે તમે. એટીએમાં હવે આઉટસોર્સ. આપણને ખબર હોવી જોઈએ કે તે કોમ લોકો હતા, જે એનટીએમાં બેસીને ગોટાળો કરી રહ્યા હતા.
ઈમરજન્સીની યાદ, રિજિજૂ વિરુદ્ધ અખિલેશનો જંગ
અખિલેશ યાદવે કહ્યુ કે સરકારે વિચારવું જોઈએ કે ક્યાકં આ નવયુવાનો આપણા માટે આફત બની જાય નહીં. શિક્ષણ સાચું હશે તો પ્રગતિ પણ પાક્કી થશે. જે બિલ લઈ આવ્યા છે, તે બિલ તો 2024માં પણ લઈને આવ્યા હતા. ત્યાર બાદ પણ પેપર કેમ લીક થયા. તમારે બિલને લઈને કેમ આવવું પડયું, આ જણાવી દો તમે.
તેના પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ અખિલેશને ટોકતા કહ્યુ કે તમે એ જણાવી દો કે આંદોલન બાદ બિલ લઈને આવવું સારું છે કે આંદોલનને કચડવા માટે ઈમરજન્સી લગાવી દેવી સારું છે.
અખિલેશ યાદવે કહ્યુ કે અમે ઈમરજન્સી જોઈ નથી. પરંતુ દિલ્હીમાં જોયું છે. ટિયરગેસના સેલ અને લાકડી પર ખિલ્લા જેવું કંઈક લગાવ્યું હતું. તેમાં કરન્ટ પણ હતો. દિલ્હીમાં જે થયું, તે પણ ઈમરજન્સીથી ઓછું ન હતું. જો ઈમરજ્સી યાદ આવી ગઈ છે આમને, તો ઈમરજન્સી બાદ પણ પરિવર્તન થુયં હતું અને આ વખતે પણ પરિવર્તન થશે. ચઢાવા ચોરી, ગુપ્તદાન પર ચોરી થઈ છે. ભગવાન પણ તમને માફ નહીં કરે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે સરકારે સૌથી પહેલા પ્રાથમિક શિક્ષણ પર હુમલો કર્યો. કેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી. યુવાઓના ભવિષ્ય પર ચોટ કરી છે તમે. નોકરી પર હુમલા કર્યા છે તમે. આવું એટલા માટે કર્યું છે કે પાયા પર હુમલો થશો તો ગરીબ પરિવારોના બાળકો આગળ વધી નહીં શકે.
સરકારી આંકડા જણાવે છે કે સાત લાખથી વધારે સ્કૂલો હતી જે હવે છ લાખ કંઈક રહી ગઈ છે. માત્ર પ્રાઈમરી સ્કૂલ બંધ નથી કરાઈ, નોકરી પર પણ હુમલા કર્યા છે. 69 હજાર શિક્ષખ ભરતીમાં મોટો ગોટાળો કર્યો છે. શિક્ષક ભરતીના લોકો મંત્રીઓને ત્યાં ગયા, હાઈકોર્ટ ગયા, સુપ્રીમ કોર્ટ ગયા, પરંતુ સરકાર કમાલની છે. નોકરી આપવા ઈચ્છતી નથી. સૌથી વધુ પછાતોના અધિકાર છીનાવાયા છે. માધ્યમિક સ્કૂલ પણ બંધ કરાઈ રહી છે. બોર્ડ પરીક્ષાઓ લીક થઈ છે. મોટા પ્રમાણ પર બોર્ડ પેપર લીક કરવામાં આવ્યા છે. 10-12 ધોરણના પેપર કેમ લીક થઈ રહ્યા છે. નીટના જે બાળકોએ જીવ આપ્યા છે, મારી અને પાર્ટી તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપું છું. આશા છે કે સરકાર બાળકોને એક કરોડના વળતરની માગણી માનશે, ઉચ્ચ શિક્ષણની ભરતીમાં નિયુક્તિઓની શું ચર્ચા કરીએ. સૌથી ઉપર બેઠોલો વ્યક્તિ જ અન્યાય કરશે, તો નીચેવાળા પાસે શું આશા કરીએ. ઉત્તર પ્રદેશમાં મૌલાના જૌહર યુનિવર્સિટી બની. સરકારી યુનિવર્સિટી બનાવી નહીં, જો કોઈ યુનિવર્સિટી બની પણ ગઈ છે, તો તેને આ લોકો હથોડો લઈને તોડવા પર ઉતરી આવ્યા છે. નફરતની રાજનીતિ કરી રહી છે આ સરકાર.