BRICS ઘોષણાપત્રમાં પેલેસ્ટાઈન-પહલગામનો ઉલ્લેખ, માયાવતી-રવિશંકરે આપ્યા PM મોદીને અભિનંદન
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ બ્રિક્સ સમિટની સફળતા માટે મોદી સરકારના વખાણ કર્યા છે. માયાવતીએ કહ્યુ કે બ્રિક્સ સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર ભારતની સૂઝબૂઝ અને સારી કૂટનીતિનું પરિણામ છે
ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે બે દિવસીય બ્રિક્સ શિખર સમિટનું આયોજન થયું. તેમા દુનિયાના ઘણાં મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સામેલ થયા. સમિટ દરમિયાન ભારતે જુદાંજુદાં દેશો સાથે સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણાં નેતાઓની સાથે દ્વિપક્ષીય બેઠકો કરી. આ દરમિયાન આર્થિક સંબંધો, સહયોગ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા ઘમાં મુદ્દાઓ પર ચર્ચા કરી. સમિટના આખરમાં સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરવામાં આવ્યું. જેમાં ઘણાં મહત્વના વૈશ્વિક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
બ્રિક્સ સમિટની સફળતાને લઈને હવે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પટનામાં તેમણે કહ્યુ કે બ્રિક્સ સમિટ ઐતિહાસિકપણે સફળ રહી છે. તેમણે કહ્યુ કે ભારતની આગેવાનીમાં ચીન, રશિયા, ઈરાન, યુએઈ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા મોટા દેશોએ એક વૈકલ્પિક અને પ્રભાવશાળી વૈશ્વિક મંચ તૈયાર કર્યો છે.
રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે સમિટ દરમિયાન આર્થિક સંબંધો પર ચર્ચા થઈ અને ઘણાં દેશોના નેતાઓની સાથે દ્વિપક્ષીય બેઠકો થઈ. તેમણે ખાસ કરીને ચીન તરફથી ભારત સાથે દોસ્તીનો હાથ આગળ વધારવાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે રશિયા, મલેશિયા અને ઈઈરાનના નેતાઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
પહલગામ આતંકી હુમલાની નિંદાને ગણાવી મહત્ત્વપૂર્ણ
રવિશંકર પ્રસાદે બ્રિક્સના સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ આતંકી હુમલાની આકરી નિંદાને પણ બેહદ મહત્ત્વપૂર્ણ ગણાવી. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ સફળ રહી છે. તેમણે બ્રિક્સના પરિણામો પર સવાલ ઉઠાવનારી કોંગ્રેસને હવે જવાબ આપવા જણાવ્યું છે.
પેલેસ્ટાઈન-પહલગામનો ઉલ્લેખ બેહદ મહત્ત્વપૂર્ણ- માયાવતી
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ બ્રિક્સ સમિટની સફળતા માટે મોદી સરકારના વખાણ કર્યા છે. માયાવતીએ કહ્યુ કે બ્રિક્સ સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર ભારતની સૂઝબૂઝ અને સારી કૂટનીતિનું પરિણામ છે. તેમણે ઘોષણાપત્રમાં પેલેસ્ટાઈનનું સમાધાન અને પહલગામ આતંકી હુમલાના ઉલ્લેખને બેહદ મહત્ત્વના ગણાવ્યા.
આ પ્રકારે બ્રિક્સ સમિટ બાદ સરકારની વિદેશ નીતિ અને ભારતની કૂટનીતિક ભૂમિકાને લઈને ભાજપની સાથેસાથે માયાવતી તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયા સામે આવી છે.