તાપી: લાકડાં ચોરોનો પીછો કરતા સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક RFO વિકાસ દેસાઈ સહીત 2ના મોત
વન વિભાગને તાપી રેન્જના જંગલ વિસ્તારમાં કિંમતી લાકડાની ગેરકાયદેસર ચોરી અને મોટી હેરાફેરીની બાતમી મળી હતી. વહેલી સવારે બાતમીના આધારે આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ઉકાઈ તરફથી સોનગઢ તરફ જઈ રહેલી શંકાસ્પદ કાર વન વિભાગની નજરે ચઢી હતી.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ચેકપોસ્ટ ખાતે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટના પાછળ જવાબદાર હતી જંગલમાંથી કિંમતી લાકડા ચોરીની. કિંમતી લાકડાની જંગલમાંથી ગેરકાયદેસર થતી હેરાફેરી કરનારા શખ્સોનો પીછો કરતી વખતે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને અન્ય વાહનમાં સવાર રેહાન ગામિતના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક ઉભેલા એક કન્ટેનર સાથે વન વિભાગનું વાહન અને શંકાસ્પદ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનાને કારણે તાપી જિલ્લા અને વન વિભાગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
વન વિભાગને તાપી રેન્જના જંગલ વિસ્તારમાં કિંમતી લાકડાની ગેરકાયદેસર ચોરી અને મોટી હેરાફેરીની બાતમી મળી હતી. વહેલી સવારે બાતમીના આધારે આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ઉકાઈ તરફથી સોનગઢ તરફ જઈ રહેલી શંકાસ્પદ કાર વન વિભાગની નજરે ચઢી હતી. અધિકારીઓએ તેને થંભવા માટે ઈશારો કર્યો હતો.
પણ કારચાલકે વાહન રોકવાના સ્થાને પૂરઝડપે ગાડી આગળ હંકારી દીધી હતી. આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની ટીમે તાત્કાલિક પોતાની સરકારી ગાડી વડે શંકાસ્પદ કારનો પીછો શરૂ કર્યો. સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પહોંચતાની સાથે જ બંને વાહનોન ડ્રાઈવરોએ વાહનો પરથી નિયંત્રણ ગુમાવી દીધું, હતું, જેના કારણે બંને વાહનો રોડ નજીક ઉભેલા એક વિશાળ કન્ટેનર સાથે ધડાકાભેર અથડાયા હતા.
અકસ્માતમાં વન વિભાગના વાહનના ફુરચેફુરચા ઉઢી ગયા. વાહનમાં સવાર આરએફઓ વિકાસ દેસાઈ અને લાકડાંની ગેરકાયદે હેરફેર કરી રહેલી કારમાં સવાર રેહાન ગામિતના શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

મૂળ પાટણના વતની આરએફઓ વિકાસ દેસાઈ અમદાવાદમાં રહેતા હતા. જ્યારે લાકડા ચોરી કરતી કારનો ચાલક રેહાન ગામિત ઉકાઈનો વતની હતો.
દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો, વન વિભાગના ઉચ્ચાધિકારીઓ અને વહીવટી તંત્રના હોદ્દેદારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદથી બચાવ કાર્ય કરાયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ કારમાંથી ગેરકાયદેસર કાપેલા કિંમતી લાકડાંનો જથ્થો મળી આવ્યો છે. જેને વન વિભાગે કબજે કર્યો છે. પોલીસે બંને મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેની સાથે જ ફરાર થયેલા કાર માલિક અને લાકડાંની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.