Airline લૉન્ચ કરવાની કોઈ યોજના નથી, અદાણી ગ્રુપે ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી
ગત કેટલાક દિવસોમાં કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે અદાણી ગ્રુપે સરકાર પાસે એરલાઈન સાથે જોડાયેલા નિયમોમાં પરિવર્તનની માગણી કરી છે. હાલના નિયમો મુજબ, દિલ્હી અને મુંબઈ એરપોર્ટના ઓપરેટર્સ કોઈ શિડ્યૂલ્ડ એરલાઈન કંપનીમાં 10 ટકા હિસ્સેદારી રાખી શકે નહીં.
અદાણી ગ્રુપ પોતાની એરલાઈન કંપની બનાવવા જઈ રહ્યું નથી. શુક્રવારે અદાણી એન્ટપ્રાઈઝ લિમિટેડે આ તમામ અટકળો પર વિરામ લાગી દીધો છે કે જેમાં દાવો કરાયો હતો કે જૂથ જલ્દી કમર્શિયલ એવિએશન બિઝનેસમાં પ્રવેશ કરશે. મહત્ત્વપૂર્ણ છે કે હાલના સમયમાં ડિફેન્સથી લઈને પોર્ટ સુધી અદાણી ગ્રુપનો કારોબાર વિસ્તરેલો છે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં આપેલા નિવેદનમાં કહ્યુ છે કે કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે એરલાઈન બિઝનેસમાં સંભાવનાઓને ગ્રુપ ચકાસી રહ્યું છે. પરંતુ આ સંપૂર્ણપણે પાયાવિહોણું છે. કંપનીએ આગળ કહ્યું કે એરલાઈન બિઝનેસમાં એન્ટ્રીના હજી સુધી કોઈ પ્રસ્તાવ કોઈપણ વિચારણા કરવામાં આવી નથી. તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કંપની એરલાઈન બિઝનેસમાં ઉતરવા જઈ રહી નથી.
ગત કેટલાક દિવસોમાં કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે અદાણી ગ્રુપે સરકાર પાસે એરલાઈન સાથે જોડાયેલા નિયમોમાં પરિવર્તનની માગણી કરી છે. હાલના નિયમો મુજબ, દિલ્હી અને મુંબઈ એરપોર્ટના ઓપરેટર્સ કોઈ શિડ્યૂલ્ડ એરલાઈન કંપનીમાં 10 ટકા હિસ્સેદારી રાખી શકે નહીં.
મહત્ત્વપૂર્ણ છે કે અદાણી જૂથ દ્વારા નવી મુંબઈ એરપોર્ટ મેનેજ કરાય રહ્યું છે. તેવામાં જો અદાણી જૂથ તરફથી એરલાઈન લોન્ચ કરવા પર વિચાર કરવામાં આવે, તો સૌથી પહેલા હાલના નિયમોમાં સંશોધનની જરૂરત પડશે.
હાલના સમયમાં અદાણી એન્ટપ્રાઈઝિઝ દ્વારા દેશના 8 એરપોર્ટ સંભાળવામાં આવી રહ્યા છે.
દેશના સૌથી વધુ પ્રોફિટ બનાવનારી એરલાઈન ઈન્ડિગોના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ભાટિયાએ ગુરુવારે કહ્યુ હતુ કે એરપોર્ટ ઓપરેટર્સને જો પોતાની એરલાઈન્સ લાવવાની મંજૂરી મળે છે, તો આ હિતોનો ટકરાવ હશે. આખરે ગ્રાહકોને આનું નુકશાન ઉઠાવવું પડશે.
ગુરુવારે કંપનીના શેર 4 ટકાથી વધુના ઘટાડા સાથે 3010.45 રૂપિયાના સ્તરે બીએસઈમાં બંધ થયા હતા. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોના ભાવ 30.86 ટકા વધ્યા છે. તો એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝિઝના શેરોની કિંમતોમાં ઝડપ જોવા મળી છે. જો કે સેન્સેક્સ ઈન્ડેક્સ 7.66 ટકાના રિટર્નની સરખામણીએ ઓછો છે.
મહત્ત્વપૂર્ણ છે કે 10 વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝિઝના શેરોની કિંમતોમાં 5424.78 ટકાનો ઉછાળો નોંધાયો છે.
(નોંધ- આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધિન છે. કોઈપણ પ્રકારના રોકાણ પહેલા એક્સપર્ટ્સની સલાહ જરૂરથી લો. )