પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથના ઓછાયા વચ્ચે હિંદુઓએ જન્માષ્ટમી ઉજવી
પાકિસ્તાનમાં હાલ હિંદુઓની સંખ્યા 1.5 ટકાથી પણ ઓછી લગભગ 40 લાખ જેટલી છે. હિંદુઓ માટે પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ બેહદ નફરત ધરાવે છે. ત્યારે પાકિસ્તાનના હિંદુઓ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.
ધર્મનિરપેક્ષ ભારતનો પાડોશી દેશ ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન છે. પાકિસ્તાનમાં 97 ટકા જેટલા મુસ્લિમ છે અને તેમાં પણ 80 ટકાથી વધારે સુન્ની મુસ્લિમ હોવાનો દાવો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં હાલ હિંદુઓની સંખ્યા 1.5 ટકાથી પણ ઓછી લગભગ 40 લાખ જેટલી છે.
હિંદુઓ માટે પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ બેહદ નફરત ધરાવે છે. ત્યારે પાકિસ્તાનના હિંદુઓ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.
આવી વિષમ પરિસ્થિતિમાં પણ પાડોશી દેશમાં હિંદુઓ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરીને પોતાનો ભક્તિભાવ અભિવ્યક્ત કરી રહ્યા છે.
સોશયલ મીડિયા પર પાકિસ્તાનના એક ગામમાં કાચા મકાનો વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણની એક મૂર્તિ મૂકીને તેની આસપાસ હિંદુઓ ગરબા જેવું નૃત્ય કરીને ભક્તિભાવ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરી રહ્યા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આખરે કેવી સ્થિતિમાં આ હિંદુઓ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હશે. તેમનો પહેરવેશ જોઈને લાગે કે તેમણે પોતાના સામાજિક વ્યવહારમાં કેટલી હદે પરિવર્તન કરવું પડયું હશે.
પહેરવેશ બિલ્કુલ પાકિસ્તાની મુસ્લિમો જેવો છે અને તેમની તેમના ઘર-તેમના વિસ્તાર સિવાય બહાર કોઈ હિંદુ ઓળખ છતી થાય નહીં તેની પણ તેમણે કેટલીક હદે તકેદારી લેવી પડતી હશે.
આવી સ્થિતિમાં પણ પાકિસ્તાની હિંદુઓ ખુશીથી જન્માષ્ટમીની ઉજવણી કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને સનાતન હિંદુ ધર્મ પ્રત્યેની આસ્થા- વિશ્વાસ-શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.