છત્તીસગઢના કાંકેરના વન ક્ષેત્રમાં રીંછના હુમલામાં 2ના મોત, 1 ઘાયલ, જુઓ Video
તેથી જ વન વિસ્તારમાં એકલા જવાથી બચવું જોઈએ. વન્યજીવોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. આવી કોઈપણ ઘટનાની વનવિભાગને તાત્કાલિક જાણકારી આપવી જરૂરી છે. આ સિવાય વન વિભાગની કોઈ ચેતવણી હોય તો તેનું પણ પાલન કરવું જરૂરી છે
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં માણસ અને વન્યજીવો વચ્ચે વધતા ઘર્ષણનો એક ખતરનાક મામલો સામે આવ્યો છે. નરહરપુર વન ક્ષેત્રના મરકાટોલા-લરગાંવ ખાતેની સ્કૂલ નજીક જંગલમાં માદા રીંઝે અચાનક ભીષણ હુમલો કરીને બે ગ્રામીણોને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે આ હુમલામાં અન્ય એક ગ્રામીણ ગંભીરપણે ઘવાયો છે. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ઉપચાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ આખા ખોફનાક ઘટનાક્રમ બાદ આખા વિસ્તારમાં દહેશત અને આક્રોશનો માહોલ છે.
આ આખી ઘટનાનું એક દર્દનાક પાસું એ છે કે આ દુર્ઘટનાને ટાળી શકાય તેમ હતી.જંગલમાં એક મૃત રીંછની પાસે જ્યારે માદા રીંઝની હાજરી જોવા મળી, ત્યારે સતર્ક ગ્રામીણોએ સમજી-વિચારીને તેનો વીડિયો બનાવી લીધો હતો. તેમણે સોશયલ મીડિયા દ્વારા આ ખતરાની જાણકારી પણ જાહેર કરી હતી. સ્થાનિક લોકોનો ગંભીર આરોપ છે કે સમય રહેતા વન વિભાગે ન તો આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને ન તો જનતાને ત્યાં જતાં રોકવા માટે કોઈ સુરક્ષા પ્રબંધ કર્યો હતો. આ પ્રશાસનિક બેદરકારી અને અણદેખીને કારણે ત્રણ ગ્રામીણો અજાણતામાં આ ખૂંખાર હુમલાનો શિકાર બન્યા હતા.
કાંકેર જિલ્લામાં રીંછના આ પ્રકારના હિંસક હુમલા કોઈ નવો વિષય નથી. વન ક્ષેત્ર સાથે જોડાયેલા ગામોમાં ગત ઘણાં વર્ષોથી રીંછના હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દર વર્ષે ડઝનબંધ ગ્રામીણ આ હુમલામાં ઘાયલ થાય છે અને ઘણાં નિર્દોષ પોતાના જીવ પણ ગુમાવે છે. વન્યજીવ વિશેષજ્ઞો મુજબ, જંગલમાં સતત વધતી માનવીય દખલીગીર, કુદરતી આવાસોનું મર્યાદીત થવું અને ભોજનની અછત આ વધતાં સંઘર્ષનું મુખ્ય કારણ છે.
તેથી જ વન વિસ્તારમાં એકલા જવાથી બચવું જોઈએ. વન્યજીવોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. આવી કોઈપણ ઘટનાની વનવિભાગને તાત્કાલિક જાણકારી આપવી જરૂરી છે. આ સિવાય વન વિભાગની કોઈ ચેતવણી હોય તો તેનું પણ પાલન કરવું જરૂરી છે.