હિંદુઓમાં યાદવાસ્થળી કરાવવાનો કારસો?: કાસ્ટ સેન્સસ વચ્ચે RHAની અનામત હટાવવાની માંગ!
કાસ્ટ સેન્સસના આંકડા બાદ વસ્તીના પ્રમાણમાં અનામતનું એક રાજકારણ ખેલાવાની શક્યતા છે. જેના કારણે દેશમાં હિંદુઓમાં જ યાદવાસ્થળી જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતમાં હિંદુઓની રાજકીય એકતા પર મોટું જોખમ છે. આવા સંજોગોમાં ડિઝિટલ પ્લેટફોર્મ પરના ડિઝિટલ આંદોલનો ભારતમાં જાતિ આધારીત રાજકારણના રાખ નીચે દબાયેલા અંગારાઓને ભડકાવનાર સાબિત થઈ શકે તેમ છે.
કૉકરોચ જનતા પાર્ટી (CJP)એ સોશયલ મીડિયા અને ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ દ્વારા આટલા માટો વિરોધ પ્રદર્શન કરાયા. તેના પછી ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીના પદેથી રાજીનામું આપવાની ફરજ પડી. હવે સીજેપીની તર્જ પર ઈંસ્ટા પર અલગ-અલગ માગણીઓને લઈને એકાઉન્ટ બની ગયા છે. તેને જોતા ઈંસ્ટાગ્રામને જો GEN-Z પેઢીનું નવું જંતર-મંતર કહેવામાં આવે તો ખોટું નહીં હોય.
ઈંસ્ટાગ્રામ પર અનામત વિરુદ્ધ બનેલા એકાઉન્ટ રિઝર્વેશન હટાવો આંદોલન (RHA)ના 3.ત5 મિલિયન એટલે કે 35 લાખ ફોલોઅર થઈ ચુક્યા છે. RHA સિવાય અનામતના વિરોધમાં વધુ એક નવું એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જો કે તેના હજી વધુ ફોલોઅર્સ નથી. આ એકાઉન્ટનું નામ - રિઝર્વેશન રિમૂવલ સંઘ (RSS) છે. તેના 1500થી વધારે ફોલોઅર્સ બની ગયા છે.
શું છે રિઝર્વેશન હટાવો આંદોલન?
કૉકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર પર સફળ વિરોધ પ્રદર્શન કર્યું અને તેના પછી સોશયલ મીડિયા પર ઝડપથી રિઝર્વેશન હટાવો આંદોલન ઉભર્યું છે. જનરલ અને કેટલાક ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા આ નવું ડિઝિટલ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે.
આ એકાઉન્ટના એડમિનની માગણી છે કે દેશમાં જાતિ આધારીત મળી રહેલા અનામતને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે.
સરકારી નોકરીઓ અને કોલેજમાં એડમિશન પ્રતિભા, નંબર અને યોગ્યતાના આધારે થાય. આર્થિક આધાર પર મમદ કરવામાં આવે, જેથી નબળી આર્થિક અને સામાજિક સ્થિતિવાળા યુવાઓના સપના સાકાર થઈ શકે. આ પેઈજ પર રિઝર્વેશન ઈઝ ડિસ્ક્રિમિનેશન જેવા સૂત્રો લગાવાયા છે. પેઈજના એડમિન અને સમર્થકોએ ઘોષણા કરી છે કે તેઓ આને સીજેપીની જેમ જ એક મોટા આંદોલનમાં બદલશે. જો કે સીજેપાના મુદ્દા પર દરેક વર્ગના સ્ટૂડન્ટ્સ તેની સાથે હતા. માટે સરકારને ઝુકવું પડયું. જ્યારે અનામત બેહદ સંવેદનશીલ અને બંધારણીય મુદ્દો છે.
મહત્ત્વપૂર્ણ છે કે કૉકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિષેક દિપકે અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવતા હોવાના મીડિયા અહેવાલ છે. જ્યારે તેમના પર એક મહિલા દ્વારા ભૂરી સ્યાહી ફેંકવામાં આવી હતી, ત્યારે પણ દિપકેએ ખુદનો રંગ ભૂરો હોવાનું જણાવીને દલિત રાજનીતિનું કાર્ડ ખેલ્યું હતું, કારણ કે દલિત રાજનીતિમાં ભૂરો રંગ અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરતો રંગ ગણાવાય છે. સીજેપીના દેખાવો દરમિયાન બ્રાહ્મણવાદ-મનુવાદ વિરોધી સૂત્રોચ્ચાર પણ તેના દલિત રાજનીતિ સાથે પ્રેરીત સમર્થકો તરફ ઈશોરો કરી રહ્યા હતા.
પણ હવે જ્યારે દેશભરમાં 1931 બાદ પહેલીવાર જાતિગત વસ્તી ગણતરી દ્વારા કાસ્ટ સેન્સસ થઈ રહ્યો છે અને તેના આંકડા આવતા વર્ષના આખરમાં આવવાની શક્યતા છે. ત્યારે દેશમાં ફરી એકવાર જાતિ આધારીત રાજકારણ તેના ચરમ પર પહોંચે તેવી સંભાવનાઓ અને ગણતરીઓ થઈ રહી છે. હાલ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, 50 ટકાથી વધુ અનામત આપી શકાય તેમ નથી. હા, સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા દેશના જે રાજ્યોમાં 50 ટકાથી વધારે અનામત બંધારણીય સુધારા દ્વારા અપાય છે, ત્યાં તે ચાલુ છે.
પણ કાસ્ટ સેન્સસના આંકડા બાદ વસ્તીના પ્રમાણમાં અનામતનું એક રાજકારણ ખેલાવાની શક્યતા છે. જેના કારણે દેશમાં હિંદુઓમાં જ યાદવાસ્થળી જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ભારતમાં હિંદુઓની રાજકીય એકતા પર મોટું જોખમ છે. આવા સંજોગોમાં ડિઝિટલ પ્લેટફોર્મ પરના ડિઝિટલ આંદોલનો ભારતમાં જાતિ આધારીત રાજકારણના રાખ નીચે દબાયેલા અંગારાઓને ભડકાવનાર સાબિત થઈ શકે તેમ છે.