PM મોદીના સ્કૂલના મિત્રની જમીન પર કબજો, ભાજપના નેતા પર આરોપ!
વ્હોરાનો આરોપ છે કે 2011માં સ્વયં બિલ્ડર્સ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી કંપની સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો
મુંબઈના મીરા-ભાયંદર વિસ્તારમાં પોતાની લગભગ 2810 વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર કબજાની વિરુદ્ધ દાયકાઓથી કાયદાકીય લડાઈ લડી રહેલા 81 વર્ષીય અસગર અલી વ્હોરાએ હવે ન્યાય મેળવવા માટે પોતાના બાળપણના સહપાઠી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ગુહાર લગાવી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અસગર અલી વ્હોરાએ ગુજરાતના વડનગર ખાતે બી એન સ્કૂલમાં પીએમ મોદી સાથે અભ્યાસ કર્યો હતો. તેમણે 8 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર કબજાની વિરુદ્ધ ફરિયાદ કરી અને આખો મામલો સીબીઆઈને સોંપીને તપાસની માગણી કરી છે.
મીરા રોડ ખાતે રહેતા અસગર અલી વ્હોરા મુજબ, આ આખો વિવાદ ભાયંદર પૂર્વના નવઘર ખાતે 2810 વર્ગ મીટરની કિંમતી જમીન સાથે જોડાયેલો છે.
અસગર અલી વ્હોરાએ આ જમીન 1989માં એક રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ દ્વારા જમીન ખરીદી હતી.
વ્હોરાનો આરોપ છે કે 2011માં સ્વયં બિલ્ડર્સ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે જોડાયેલી કંપની સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો.
આરોપ છે કે નકલી દસ્તાવેજ તૈયાર કરીીને જમીનને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી અને બિલ્ડરોના નામ પર પોતાનો માલિકી હક દેખાડવામમાં આવ્યો. આ મામલામાં 2015માં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જે હાલ કોર્ટમાં વિચારાધીન છે.
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વ્હોરાની પીએમ મોદી સાથેની મુલાકાતની તસ્વીરો અને પ્રેસ નોટ જાહેર કરીને આશા વ્યક્ત કરી છે કે પીએમ મોદી પોતાના સહપાઠીને ન્યાય જરૂર અપાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને તેમના સકારાત્મક આશ્વાસન બાદ મીરા-ભાયંદર નગર નિગમ (MBMC) પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે.
નગર નિગમ પ્રશાસને આ મામલાને ગંભીરતાથી લેતા 16 સપ્ટેમ્બર, 2026ની સત્તાવાર સુનાવણી નક્કી કરી છે.
સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન અને સ્વયં બિલ્ડર્સના પ્રતિનિધિઓને પોતાના તમામ મૂળ દસ્તાવેજોની સાથે 16 સપ્ટેમ્બરની સુનાવણીમાં ફરજિયાતપણે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અસગર અલી વ્હોરાએ કહ્યુ કે મહેસૂલ વિભાગ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનના ચક્કર કાપ્યા બાદ હવે તેમણે આશા વ્યક્ત કરીી છે કે વડાપ્રધાનના હસ્તક્ષેપથી તેમને પોતાની જમીન પાછી મળશે અને દોષિતોની વિરુદ્ધ તટસ્થ તપાસ થશે.