કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગાંધીનગર પહોંચ્યો, 2030માં અમદાવાદમાં થશે આયોજન
હવે CWG ફ્લેગ આગામી 2030ના CWG સુધી ગુજરાતમાં રહેશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા સાથે CWGની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.
યુકેના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયા બાદ સીડબ્લ્યૂજીનો ફ્લેગ આગામી 2030માં આ સ્પર્ધાના આયોજન માટે યજમાન દેશ ભારતના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપાયો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીતીને કૂલ 39 ચંદ્રકો પ્રાપ્ત કરીને ચોથું સ્થાન મેળવ્યું હતું.
ભારતને મળેલા મેડલલ્સમાં ઈન્ડિયન પેરાએથલિટ્સે પણ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ગ્લાસગોમાં ગેમ્સની સમાપ્તિ બાદ સીડબ્લ્યૂજીનો ફ્લેગ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપયો હતો. આ ફ્લેગ સાથે નાયબ મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળ ગ્લાસગોથી ગાંધીનગર પહોંચ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં તેની સંપૂર્ણ સમ્માન સાથે વિધિવત સોંપણી કરરવામાં આવી છે.
આ પ્રસંગે ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રતિનિધિત્વ કરનારા પેરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ આ વેળાએ જોડાયા હતા.
હવે CWG ફ્લેગ આગામી 2030ના CWG સુધી ગુજરાતમાં રહેશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા સાથે CWGની પૂર્વ તૈયારીઓ અને ખેલાડીઓ માટે પ્રેરણાપુંજ બનશે.