Appleમાં આજથી નવો યુગ, John Ternusએ લીધું Tim Cookનું સ્થાન
જૉન ટેરનસ આના પહેલા એપલના હાર્ડવેયર એન્જિનિયરિંગના પ્રમુખ હતા. કંપનીની ઘણી નવી પ્રોડક્ટ તૈયાર કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેમાં આઈફોન એર પણ સામેલ છે.
Apple (એપલ)માં લગભગ 15 વર્ષ બાદ મોટું પરિવર્તન થયું છે. ટીમ કૂકના સ્થાને હવે કંપનીના નવા સીઈઓ તરીકે જૉન ટેરનસે એપલના નવા સીઈઓ તરીકેની જવાબદારી સંભાળી છે. મહત્ત્વપૂર્ણ છે કે ટીમ કૂકે ઓગસ્ટ 2011માં સ્ટીવ જોબ્સ બાદથી એપલના સીઈઓ તરીકેની જવાબદારી સંભાળી હતી.
પદ છોડયાના એક દિવસ પહેલા એક્સ હેન્ડલ પર ટીમ કૂકે લખ્યું કે મારું ટાઈટલ કાલે બદલાઈ જશે. પરંતુ એપલ કમ્યુનિટી માટે જે મારો પ્રેમ છે, તે ક્યારેય બદલાશે નહીં.
જૉન ટેરનસ આના પહેલા એપલના હાર્ડવેયર એન્જિનિયરિંગના પ્રમુખ હતા. કંપનીની ઘણી નવી પ્રોડક્ટ તૈયાર કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેમાં આઈફોન એર પણ સામેલ છે.
ટીમ કૂક ભલે સીઈઓ પદ છોડી ચુક્યા છે, પરંતુ તેઓ એપલથી અલગ થયા નથી. હજી તેઓ એક્ઝિક્યૂટિવ ચેરમેનની ભૂમિકા નિભાવશે. એપલ મુજબ, આ નવી ભૂમિકામાં કૂક કંપનીના કેટલાક મહત્ત્વના કાર્યોમાં મદદ કરતા રહેશે. તેમાં દુનિયાભરના નીતિ-નિર્ધારકો સાથે વાતચીત કરવાનું પણ સામેલ છે.
આ બદલાવ લગભગ 15 વર્ષમાં એપલની ટોચની લીડરશિપના સ્તરે મોટો બદલાવ છે. આ એવા સમયે થયું છે કે જ્યારે કંપનીની ફાયનાન્શિયલ સ્થિતિ મજબૂત છે અને તાજેતરની ઘણી ત્રિમાસિક અવધિમાં એપલે રેકોર્ડ કમાણી નોંધાવી છે. ટીમ કૂકના કાર્યકાળમાં એપલે Apple Watch, AirPods, HomePod અને Vision Pro જેવી ઘણી નવી પ્રોડક્ટ બજારમાં ઉતારી. કંપનીએ એપલ મ્યુઝિક અને એપલ ટીવી જેવી સર્વિસનો પણ વિસ્તાર કર્યો. મહત્ત્વપૂર્ણ છે કે કૂકના નેતૃત્વમાં એપલની માર્કેટ વેલ્યૂ 2011માં લગભગ 350 મિલિયન ડોલરથી આજે 5.5 ટ્રિલિયન ડોલરથી વધારેની થઈ ગઈ છે.
મહત્ત્વપૂર્ણ છે કે જૉન ટેરનસે 2001માં એપલની સાથે કામ શરૂ કર્યું હતું. સીઈઓ બનતા પહેલા તેઓ કંપનીના હાર્ડવેર એન્જિનિયરિંગના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હતા. ટેરનસે એપલની ઘણી મોટી પ્રોડક્ટના ડેવલપમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આમા મેક, આઈપેડ અને એરપોડ્સ સામેલ છે.
રિપોર્ટ્સ મુજબ, ટેરનસે આવી પ્રોડક્ટના ડેવલપમેન્ટની દેખરેખ કરી, જેનાથી એપલને લગભગ 80 ટકા જેટલી કમાણી થાય છે. તેમને મેકના વેચાણને મજબૂત કર્યું, કંપનીની પ્રો સીરિઝ વધારી અને મેકમાં એપલને પોતાની ચિપ્સ લાવવાની પ્રક્રિયામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવવાનો શ્રેય જાય છે. મેકમાં એપલની એમ-સીરિઝ ચિપ્સ પર જવાનો ફેંસલામાં પણ ટેરનસની મહત્ત્વની ભૂમિકા રહી છે.
તાજેતરના મહિનાઓમાં જૉન ટેરનસ એપલના મોટા કાર્યક્રમોમાં વધારે જોવા મળતા હતા. તેમણે આઈફોન 17 સીરિઝના લોન્ચ દરમિયાન આઈફોન એરને રજૂ કર્યો હતો. તેના સિવાય વર્ષની શરૂઆતમાં એક ખાસ કાર્યક્રમમાં તેમણે મેકબુક નીઓ પણ રજૂ કરી. જો કે ઈન્ટરનેટ પર તેમની હાજરી હજીપણ ઘણી ઓછી છે. એપ્રિલમાં જ્યારે એપલે નેતૃત્વમાં પરિવર્તનની ઘોષણા કરી હતી, ત્યારે ટેરનસની ઓફિશિયલ લિક્ડિન પ્રોફાઈલ પર પ્રોફાઈલ પિક્ચર પણ ન હતું.
એપલ સીઈઓ તરીકે જોન ટેરનસની પહેલી મોટી સાર્વજનિક હાજરી સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે. આ દિવસે એપલના આગામી લોન્ચ કાર્યક્રમ થવાના છે. આ કાર્યક્રમમાં ટેરનસના મંચ પર આવવાની આશા છે. કંપની આ દરમિયાન આઈફોન 18 પ્રો સીરિઝ અને તેના પહેલા આઈફોન ફોલ્ડ રજૂ કરે તેવી સંભાવના છે.
બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, એપલના સીઈઓ પદ પરથી હટનારા ટિમ કૂકે 2025માં કુલ અંદાજે 74.3 મિલિયન ડોલર એટલે કે 704 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે આ પેકેજમાં બેઝ સેલરી લગભગ 28 કરોડ રૂપિયા હતી. તેના સિવાય તેમાં સ્ટોક એવોર્ડ્સ, નોન-ઈક્વિટી ઈન્સેન્ટિવ અને અન્ય એલાઉન્સિસ સામેલ હતા. ફોર્બ્સ મુજબ, તેમની કુલ અનુમાનિત નેટવર્થ લગભગ 3 અબજ ડોલર એટલે કે અંદાજે 28,400 કરોડ રૂપિયા છે.