"ચૂંટણી પંચે ભારતની 15% વસ્તીને હટાવી": SIR પર પૂર્વ CEC કુરૈશીએ કર્યો કટાક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ઓક્ટોબર-2025માં દેશભરમાં સ્પેશયલ ઈન્ટેન્સિવ રિવિઝનની ઘોષણા કરી હતી. ચૂંટણી પંચનો તર્ક છે કે આ મુહિમનો ઉદેશ્ય મતદાતા યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને પારદર્શક બનાવે છે, જેનાથી નકલી, ડુપ્લિકેટ, મૃત વ્યક્તિઓ અને ગેરકાયદેસર રીતે સામેલ વિદેશી નાગરિકોના નામ યાદીમાંથી હટાવી શકાય.
ભારતમાં ઘણાં રાજ્યોની અંદર ચાલી રહેલી મતદાતા યાદીના સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર વિવાદ વધી રહ્યો છે. દેશના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાઈ. કુરૈશીએ ચૂંટણી પંચની આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.
કુરૈશીએ એસઆઈઆર હેઠળ મતદાતા યાદીમાંથી મોટી સંખ્યામાં નામ હટાવાયાની આકરી ટીકા કરી છે અને ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાના તેના મૂળ ઉદેશ્ય પર સવાલ ઉઠાવ્યો છે.
કુરૈશીએ કહ્યુ છે કે ચૂંટણી પંચ અભિનંદનને પાત્ર છે, જેણે આ મુહિમ હેઠળ દેશની લગભગ 14થી 15 કરોડ વસ્તીના ના4મ યાદીની બહાર કરવાનું બેહદ મુશ્કેલ કામ કરી દેખાડયું.
તેમણે સવાલ કર્યો કે આ આખી કવાયત બાદ ચૂંટણી પંચને આખરે કેટલા ગેરકાયદેસર પ્રવાસી મળ્યા.
તેમણે ચૂંટણી પંચ પાસેથી આંકડાને જાહેર કરવાનો આગ્રહ કરતા કટાક્ષ કર્યો. તેમણે કહ્યુ છે કે તેમને આ આંકડો દેશની સામે રજૂ કરવો જોઈએ, જેથી તેમની મોટી ઉપલબ્ધિ દેખાય. એક એવી સફળતા જે રાષ્ટ્રીય જનસંખ્યા પંચ પણ પ્રાપ્ત કરી શક્યો ન હતો. દેશના લગભગ 15 ટકા વસ્તીને હટાવીને ચૂંટણી પંચે વસ્તી નિયંત્રણમાં મોટું યોગદાન આપ્યું છે.
કુરૈશીએ આરોપ લગાવ્યો છે કે આખી એસઆઈઆરની પ્રક્રિયાની નિયત જ ઠીક નથી. જે પ્રકારે કરોડો નાગરિકોના નામ મતદાતા યાદીમાંથી ગાયબ કરવામાં આવ્યા છે, તે લોકશાહી સાથે સીધો ખિલવાડ છે.
બંધારણના અનુચ્છેદ- 326ને ટાંકીને તેમણે ક્હ્યુ કે વોટ આપવો ભારતના દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે, ન કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી કોઈ ખેરાત નથી.
મહત્ત્વપૂર્ણ છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ઓક્ટોબર-2025માં દેશભરમાં સ્પેશયલ ઈન્ટેન્સિવ રિવિઝનની ઘોષણા કરી હતી. ચૂંટણી પંચનો તર્ક છે કે આ મુહિમનો ઉદેશ્ય મતદાતા યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને પારદર્શક બનાવે છે, જેનાથી નકલી, ડુપ્લિકેટ, મૃત વ્યક્તિઓ અને ગેરકાયદેસર રીતે સામેલ વિદેશી નાગરિકોના નામ યાદીમાંથી હટાવી શકાય.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં જાહેર થયેલું ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં ગત યાદીના મુકાબલે લગભગ 2 કરોડ મતદાતા ઓછા હોવાનું જણાયું હતું. કોંગ્રેસના નેતા પવન ખેડા સહીત ઘણા વિપક્ષી નેતાઓએ આને વોટોની ચોરી ગણાવતા ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું.