અષાઢી બીજે ડિજિટલ પત્રકારિતાનો નવો અધ્યાય: YOUR NEWZ વેબસાઇટનું ભવ્ય લોન્ચિંગ
અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદના સાબરમતી કિનારેથી ભગવાન જગન્નાથજી અને નગરદેવી મા ભદ્રકાળીના આશીર્વાદ સાથે YOUR NEWZ ડિજિટલ ન્યૂઝ વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. YOURNEWZ PVT LTD દ્વારા શરૂ કરાયેલા આ ડિજિટલ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી, તથ્ય આધારિત, નિર્ભય અને જવાબદાર પત્રકારિતા લોકો સુધી પહોંચાડવાનો છે.
ડિજિટલ મીડિયાના ઝડપથી બદલાતા યુગમાં YOUR NEWZ માત્ર વધુ એક ન્યૂઝ વેબસાઇટ નહીં, પરંતુ જનતાના અવાજને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. વેબસાઇટ પર એવી સ્ટોરીઝને સ્થાન આપવામાં આવશે, જે સામાન્ય નાગરિકના હક્ક, સમસ્યા, જનહિત, સુશાસન, ભ્રષ્ટાચાર, ક્રાઇમ, રાજકારણ, શિક્ષણ, આરોગ્ય અને વિકાસ જેવા મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખશે.
YOUR NEWZ નું ધ્યેય માત્ર સમાચાર પ્રકાશિત કરવાનું નથી, પરંતુ દરેક સમાચાર પાછળનું સત્ય, તથ્ય અને જવાબદારી સાથેની પત્રકારિતા રજૂ કરવાનો છે. ઝડપ કરતાં વિશ્વસનીયતા અને સનસનાટી કરતાં સત્યને વધુ મહત્વ આપવામાં આવશે.
આ પ્લેટફોર્મ ગુજરાત સહિત દેશ-વિદેશના મહત્વપૂર્ણ સમાચારોને આધુનિક ડિજિટલ ટેક્નોલોજી સાથે સરળ, ઝડપી અને વિશ્વસનીય સ્વરૂપે વાચકો સુધી પહોંચાડશે. સાથે જ લોકોના પ્રશ્નોને યોગ્ય મંચ મળે અને સત્તા સુધી તેમનો અવાજ પહોંચે તે દિશામાં પણ સતત પ્રયત્ન કરવામાં આવશે.
અષાઢી બીજ જેવા શુભ દિવસે થયેલું આ લોન્ચિંગ માત્ર એક વેબસાઇટનો પ્રારંભ નથી, પરંતુ જનહિતને કેન્દ્રમાં રાખી વિશ્વસનીય ડિજિટલ પત્રકારિતાની નવી સફરનો આરંભ છે. YOUR NEWZ એ સ્પષ્ટ સંકલ્પ વ્યક્ત કર્યો છે કે, લોકોના હક્ક અને સત્યના પક્ષમાં રહી નિર્ભય પત્રકારિતાને નવી દિશા આપવાનો તેનો પ્રયાસ સતત ચાલુ રહેશે.